સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો જોવા મળે છે. કેટલાક વિડીયો એવા હોય છે કે, જે તમામ લોકોના દિલમાં જગ્યા બનાવી લે છે અને તે વિડીયો આપણને હંમેશા યાદ પણ રહી જાય છે. હવે આ જ કડીમાં એક અન્ય વિડીયો પણ સામે આવ્યો છે.
આ વિડીયોમાં એક હાથીના બાળકને તેના પરિવાર દ્વારા બચાવવામાં આવે છે અને તે વાસ્તવમાં ખૂબ જ સુંદર અને શાનદાર વિડીયો છે. hopkinsBRFC21 દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે.
વિડીયોમાં, એક હાથીનું બાળક પોતાના પરિવાર સાથે એક વોટર હોલ પાસે ઉભું હતું. આ વચ્ચે એક અન્ય હાથી વોટર હોલની બીજી તરફ ફરી રહ્યો હતો. અચાનક હાથીનું બાળક ભૂલથી એ વોટર હોલમાં પડી જાય છે.
https://twitter.com/hopkinsBRFC21/status/1435343302405070856?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1435343302405070856%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fbaby-elephant-falls-into-water-hole-viral-video-shows-how-it-was-rescued-by-family-816752.html
જેવું જ હાથીનું બાળક જીવિત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યાં જ અન્ય બે હાથીઓ પણ બાળકને બચાવવા માટે વોટર હોલમાં કુદી જાય છે. ધીમે-ધીમે બંન્નેએ હાથીના બાળકને વોટર હોલમાં કુદીને બહાર કાઢ્યું. બાદમાં હાથીનું બાળક પરિવારના સભ્યોની મદદથી વોટર હોલથી બહાર નિકળવામાં સફળ રહ્યું.