વર્ષ 2020 થી ચાલી રહેલા કોરોના વાયરસના સંક્રમણના પ્રકોપના કારણે દુનિયાભરની શાળા-કોલેજો અને ઓફિસો બંધ કરાવવામાં આવી હતી પરંતુ હવે કોરોના ઘટતા શાળાઓ ખોલવામાં આવી રહી છે. પંરંતુ એકબાજુ જ્યાં ઓફિસે જતા લોકોને વર્ક ફ્રોમ હોમની મજા આવી રહી છે તો વિદ્યાર્થીઓને આટલા દિવસ સુધી ઘરમાં રહ્યા બાદ શાળાએ જવાનું મન પણ થઈ રહ્યું નથી.
આ વસ્તુ ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળી રહી છે. અત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થયો છે. આમાં એક મહિલા બાળકને તેના હાથ-પગ બાંધીને શાળાએ લઈ જઈ રહી છે. આ વિડીયો જોયા બાદ લોકોનું હસવું રોકાઈ રહ્યું નથી.
https://twitter.com/AwanishSharan/status/1436534660436168716?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1436534660436168716%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fwoman-tied-her-hands-and-feet-watching-the-childrens-video-people-remembered-her-school-days-819621.html
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક બાળકો અને એક મહિલા નાનાકડા બાળકને બાંધીને પકડીને શાળાએ લઈ જઈ રહ્યા છે. બાળક જોર-જોરથી રડી રહ્યું છે અને કહી રહ્યું છે કે, સ્કુલે નથી જવું. પરંતુ તે મહિલા તેની એકપણ વાત નથી સાંભળતી અને તેના હાથ-પગ બાંધીને તેને શાળાએ મૂકી આવે છે.