જેવી રીતે લોકોને રહેવા માટે ભગવાને છત આપી છે બીલકુલ તેવી જ રીતે બેજુબાન જાનવરોના ઘર પણ હોય છે. જ્યાં જંગલમાં સિંહ રહે છે, માછલી પાણીમાં રહે છે અને બંદર ઝાડ પર રહે છે એવી જ રીતે. પરંતુ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે કંઈક અલગ જ છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, બંદરો પાણીમાં તરી રહ્યા છે.
વિડીયોમાં આપ એક સુંદર આઈલેન્ડ જોઈ શકો છો. આ આઈલેન્ડની ચારેય બાજુ સુંદરતા પથરાયેલી છે. તો એક શખ્સ બોટમાં બેસીને વિડીયો બનાવી રહ્યો છે. અને આ શખ્સના કેમેરામાં ખૂબ જ સુંદર દ્રશ્યો કેદ થયા છે. જોઈ શકાય છે કે, બંદરો પાણીમાં તરી રહ્યા છે. આ બંદરો પાણીમાં તરતા-તરતા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ ડોગ નામના એક પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડીયો પર અત્યારસુધીમાં લાખો લાઈક્સ અને કમેન્ટ્સ મળી છે. સાથે જ મોટાભાગના લોકો ઈમોજી શેર કરીને શોકિંગ અથવા તો પ્યારભર્યા રીએક્શન આપી રહ્યા છે.