આપણા દેશમાં દરેક સમસ્યાનું સમાધાન લાવવા માટેની એક અલગ જ પ્રકારની જુગાડુ પદ્ધતી દરેક પાસે હોય જ છે. દેશી જુગાડ જ આવી એક ટ્રીક છે કે જેનાથી મોટામાં મોટી સમસ્યાનું નિદાન સેકન્ડોમાં મેળવી શકાય છે. આટલું જ નહી પરંતુ લોકો દેશી જુગાડ દ્વારા કેટલાય પ્રકારની ટેક્નિક કાઢી લે છે. આ સિવાય કેટલીયવાર લોકો મોંઘી વસ્તુઓને સસ્તી બનાવવા માટે દેશી જુગાડનો ઉપયોગ કરે. સોશિયલ મીડિયા પર કંઈક આવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
કોઈ શખ્સે મારૂતી 800 કારને મોડિફાઈ કરીને તેમાં ટ્રકનું ટાયર લગાવી દેવામાં આવ્યું. ટ્રકની જેમ દેખાતી કાર હકીકતમાં મોડીફાઈ કરવામાં આવી છે. આને રેત વાળી જગ્યા, મેદાન અને રોડ પર સરળતાથી દોડાવી શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ ખુલ્લા મેદાનમાં કારના ચારેય વ્હિલમાં ટ્રકના ટાયર લગાવીને ચલાવી રહ્યો છે. દેશી જુગાડથી તૈયાર આ ગાડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
જેવો જ આ વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યો અને લોકો આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મોટાભાગના લોકો એ જોવાનું પસંદ કરે છે કે, આખરે દેશી જુગાડથી આટલું મોટું કારનામું કેવી રીતે કર્યું? ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયોને વીવીઆઈપી કાર્સે પોસ્ટ કર્યો છે. આશરે 700 થી વધારે લોકોએ આ વિડીયો જોયો છે.