સોશિયલ મીડિયાની દુનિયામાં એકથી એક સારા કન્ટેન્ટ અપલોડ થતા હોય છે. અહીંયા સામાન્ય દિવસોમાં એવી વસ્તુઓ જોવા મળે છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તો કેટલુંક કન્ટેન્ટ એવું હોય છે કે જેને જોયા બાદ આપના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક આવો જ વિડીયો વાયરલ થયો છે કે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વિડીયોમાં એક દાદી એલેક્સાને કંઈક નિર્દેશ આપી રહી છે. દાદીમાં જે અંદાજથી વાત કરી રહી છે તે આપનું દિલ જીતી લેશે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલી વિડીયો ક્લિપમાં આપ જોઈ શકો છો કે એક દાદીમાં ટીવી પાસે મૂકેલા એલેક્સા પાસે જાય છે અને કંઈક દિશા નિર્દેશ આપે છે. આ દરમિયાન દાદીમાં એલેક્સાને નિર્દેશ આપતા કહે છે કે, Alexa… ગણપતિ ભજન, ગણપતિ શ્લોક બોલવો, સ્તુતી બોલવી, આરતી બોલવી, સહિતના નિર્દેશો આપે છે.
થોડો સમય રોકાયા બાદ દાદીમાં Alexa ને બીજીવાર નિર્દેશ આપે છે અને ગણપતિના ભજનમાં બધું જ બોલવું તે કહે છે. જો કે, જે અંદાજમાં દાદીએ એલેક્સાને આ બધું કરવા કહ્યું તે ટોન સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યો છે.