પાટીદારોને અનામત આપવાને લઈને નીતિન પટેલે કહ્યું કંઇક આવું

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સમયથી અનામતને લઈને શોરબકોર થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ગુર્જર મહારાષ્ટ્રમાં મરાઠા અને ગુજરાતમાં પાટીદારો આંદોલન કરીને પોતાને અનામત આપવાની માંગ કરી રહ્યાં છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે મરાઠા જાતિને અનામત આપવાને લઈને કામગીરી શરૂ કરી હોવાના સમાચાર વહી રહ્યાં છે. તેવામાં ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળશે કે નહી તેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ કમિશનને રજૂઆત કરવામા આવી છે. તે ઉપરાંત અન્ય કેટલાક સમાજ દ્વારા અનામતને લઇને રજૂઆતો કરાઇ છે. જસ્ટિસ દ્વારા સરવે થયા બાદ તેના પર પંચ વિચાર વિમર્શ કરશે. રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે જેના પર વિચારણા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય ઠરશે તો તે દિશામાં ગુજરાત સરકાર પણ આગળ નિર્ણય લેશે

નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અગાઉ ઈબીસી અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જેની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને જે રીતે અનામત આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અનુસાર અનામતને લઈને સર્વે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ અનામત આયોગ કાર્યરત છે તો તેવી જ રીતે સર્વે કરવામાં આવે અને સરકારનો અભિપ્રાય લેવામાં આવે ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામા આવશે.

હાર્દિકના સવાલો થી સરકાર આવી ભીંસમાં…

હવે એમ ના કહેતા કે હાર્દિક રાજનીતિ કરે છે. ગઈકાલે OBC કમીશન દ્વારા મરાઠા સમાજ નો સામાજિક અને આર્થિક રીતે જે સર્વે કરવામાં આવ્યો છે અને એ સર્વે અને તે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે મરાઠા સમાજને અનામત આપવામાં આવશે.જેના અનુસંધાને ગુજરાતના બંધુઓને જણાવવા માગું છું.

1. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર.

મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટ દ્વારા મરાઠા સમુદાયને અનામત મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે.

જ્યારે ગુજરાતમાં પાટીદારોને અનામત માટે એમ કહેવાય છે કે બંધારણીય રીતે શક્ય નથી. જો ગુજરાતમાં બંધારણીય રીતે શક્ય નથી તો પછી મહારાષ્ટ્રમાં કેવી રીતે શક્ય થયુ ?

2. મહારાષ્ટ્રમાં કેવી રીતે મરાઠાઓને મળશે અનામત ?

મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટને આધારે મહારાષ્ટ્ર સરકારના મરાઠા સમુદાયને અનામત આપવા માટે બિલ લાવશે અને વિધાનસભામાં કાયદો પસાર કરાવશે. જો કોઈ આ કાયદાને કોર્ટમાં પડકારશે.તો તેઓ આ રિપોર્ટને કોર્ટમાં રજૂ કરશે.

હવે તમે જ વિચારો ગુજરાતમાં પાટીદારો માટે આ જ વસ્તુ કરતા ભાજપને શું પેટમાં દુ:ખતુ હશે?

3. મહારાષ્ટ્રમાં કેવી રીતે મરાઠાઓને મળશે અનામત ?

મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. રિપોર્ટની સૌથી મહત્વની ભલામણ છે કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના 27 ટકાના કોટાને વધારીને અનામત આપી શકાય છે. અનામતની પચાસ ટકાની મર્યાદા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. પંચના સૂત્રોનું કહેવું છે કે તેમણે સરકારને એમ નથી કહ્યુ કે મરાઠાઓને કેટલું અનામત આપવું જોઇએ. કોટા ફિક્સ કરવો સરકારનો વિશેષાધિકાર છે.

મહારાષ્ટ્રની ભાજપ સરકારે સ્વીકાર્યુ કે મરાઠાઓને હાલના ઓબીસી માટેના 27 ટકાના કોટાને વધારીને અનામત આપી શકાય છે. તો પછી ગુજરાત સરકારને પાટીદાર સમાજને અનામત આપવામાં શું વાંધો પડે છે.ગુજરાતની ભાજપ સરકાર જો પાટીદાર સમાજ નો સર્વે નહીં કરાવે અને પાટીદાર સમાજને અનામત નહીં આપે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર પકડશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.ગુજરાતનું ઓબીસી કમિશન એકવાર પાટીદાર સમાજનો સર્વે કરે એટલે તુરંત જ ખબર પડી જાય કે પાટીદાર સમાજને અનામત આપી શકાય કે નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top