‘બૉર્ડર’નાં અસલી હીરો મેજર કુલદીપ સિંહનું નિધન, 120 સૈનિકો સાથે પાક. ને ચટાડી હતી ધૂળ

બૉર્ડર ફિલ્મમાં જે મેજર કુલદીપ સિંહ ચાંદપુરીનું પાત્ર સની દેઓલે નિભાવ્યું હતુ, આજે તેમનું નિધન થઈ ગયું છે. 1971નાં લોંગેવાલાનાં યુદ્ધમાં તેમની સૈન્ય ટૂકડીએ બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ પુરુ પાડ્યું હતુ. આ યુદ્ધ પર ‘બૉર્ડર’ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ યુદ્ધમાં મેજર કુલદિપ સિંહે અસાધારણ નેતૃત્વનો પરિચય આપ્યો હતો. આ માટે તેમને ભારત સરકાર તરફથી મહાવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

યુદ્ધ સમયે મેજરનાં પદ પર હતા કુલદીપ સિંહ ચાંદપુરી

બ્રિગેડિયર કુલદીપ સિંહનો જન્મ 22 નવેમ્બર 1940નાં રોજ ગુર્જર સિખ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર અવિભાજિત ભારતનાં પંજાબમાં મોંટાગોમરીથી હતો. તેમના જન્મ બાદ તેમનો પરિવાર બાલાચૌરનાં ચાંદપુર રૂડકી શિફ્ટ થયો હતો. 1962માં તેમણે ગવર્નમેન્ટ કૉલેજ, હોશિયારપુરથી ગ્રેજ્યુએશન કર્યું હતુ. વર્ષ 1962માં ચાંદપુરી ભારતીય થલ સેનામાં તેઓ સામેલ થયા હતા. 1963માં તેમને ઑફિસર્સ ટ્રેનિંગ એકેડેમીથી પંજાબ રેજિમેંટની 23મી બટાલિયનમાં કમિશન કરવામાં આવ્યા હતા. તેમણે 1965નાં યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધ બાદ તેઓ 1 વર્ષ સુધી ગાઝા(મિસ્ત્ર)માં સંયુક્ત રાષ્ટ્રનાં મિશન પર રહ્યા. જે સમયે લોંગેવાલામાં પાકિસ્તાની ફોજ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે સમયે તેઓ મેજરનાં પદ પર હતા અને સેવાનિવૃત્ત બ્રિગેડિયરનાં પદ પર હતા.

ફક્ત 120 સૈનિકો સાથે મળીને પાકિસ્તાન સાથે કર્યા બબ્બે હાથ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971નું યુદ્ધ સમાપ્ત થવા પર હતુ. આ વચ્ચે 4 ડિસેમ્બરે મેજર કુલદીપ સિંહને સૂચના મળી કે મોટી સંખ્યામાં પાકિસ્તાનની ફોજ લોંગેવાલા ચોકી તરફ આગળ વધી રહી હતી. લોંગેવાલા ચોકીની સુરક્ષાની જવાબદારી જે ટૂકડી પાસે હતી તેનું નેતૃત્વ મેજર કુલદીપ સિંહ ચાંદપુરી કરી રહ્યા હતા. તે સમયે તેમની પાસે ફક્ત 90 જવાનો હતા અને અન્ય 30 જવાનો પેટ્રોલિંગમાં હતા. ફક્ત 120 સૈનિકો સાથે મળીને મોટી ફોજનો મુકાબલો કરવો અશક્ય હતો. જો ચાંદપુરી ઇચ્છતા તો તેઓ આગળ રામગઢ જઇ શકતા હતા, પરંતુ તેમણે તેમની સૈનિકો સાથે મળીને પાકિસ્તાન સામે બાથ ભરવાનું નક્કી કર્યું.

પાકિસ્તાનની 34 ટેંકોને મેળવી દીધી હતી ધૂળમાં

પાકિસ્તાની સેનામાં 2 હજાર જવાનો હતા, પરંતુ ભારતીય સૈનિકોનાં પ્રહાર એટલા મજબૂત હતા કે પાકિસ્તાની સૈન્યનાં પગ રોકાઈ ગયા. રાત થતા થતા પાકિસ્તાનનાં 12 ટેંક ખતમ થઈ ગયા અને 8 કિલોમીટર સુધી પાકિસ્તાની સૈનિકોને ખદેડવામાં આવ્યા. પાકિસ્તાનનો ઇરાદો રામગઢથી જેસલમેર પહોંચવાનો હતો, પરંતુ તેમને પાછળ હટવું પડ્યું. આ યુદ્ધમાં પાકિસ્તાનની 34 ટેંક નષ્ટ થઈ, 500 જેટલા સૈનિકો ઘાયલ થયા અને 200 જવાનોએ જિંદગી ખોવી પડી. બીજા વિશ્વ યુદ્ધ બાદ આ પહેલી વખત હતુ કે કોઇ સૈન્યએ આટલા મોટા પ્રમાણમાં ટેંક ગુમાવી હોય. ભારતીય સૈનિકોએ 8 કિમી અંદર જઇને 16 ડિસેમ્બર સુધી પાકિસ્તાનમાં તંબૂ તાણ્યા. 16 ડિસેમ્બરે ભારતે પાકિસ્તાન સામેનું યુદ્ધ જીતતા જ ભારતીય સૈનિકો પરત આવ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top