પ્રેમ પ્રકરણમાં વિધર્મી યુવકની કરવામાં આવી ક્રૂરતા પૂર્વક હત્યા, પુત્રીના માતા-પિતાએ જ આ કામ કરવા માટે….

કર્ણાટકના બેલાગાવી જિલ્લામાં એક વિધર્મી યુવકને પ્રેમ કરવો ભારે પાડ્યો છે. તેમાં મુસ્લિમ યુવકની હત્યા કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ મુસ્લિમ યુવકને સોપારી આપીને પતાવી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકના બેલાગાવી જિલ્લા પોલીસ દ્વારા અરબાઝ મુલ્લાની અન્ય ધર્મની મહિલા સાથેના સંબંધને કારણે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, શ્રી રામ સેના હિન્દુસ્તાન સંગઠનના લીડર અને મેમ્બર્સને મહિલાના માતા-પિતા દ્વારા હત્યા કરવાની સોપારી આપવામાં આવી હતી. આ બાબતમાં પોલીસે હત્યા, ષડષંત્ર અને પુરાવાના નાશ મામલે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે અરબાઝ મુલ્લાની વાત કરવામાં આવે તો તે યુઝ્ડ કારનો બ્રોકર હતો. તપાસમાં જાણકારી સામે આવી છે કે, 28 સપ્ટેમ્બરના અરબાઝના પગને કાપી દેવામાં આવ્યા હતા અને તેની બોડીને બેલાગાવીમાં ખાનપુર રેલ્વે ટ્રેક પર ફેંકી દેવાઈ હતી. આરોપીઓમાં શ્રી રામ સેના હિન્દુસ્તાનના ખાનપુર તાલુકાના પ્રેસિડેન્ટ પુંડલિકા ઉર્ફે મહારાજા નાગપ્પા મુતાગેકર, કુત્બુદ્દીન અલ્લાહબક્ષા બેપારી, મહિલાની માતા સુશીલા ઈરપ્પા કુમ્બારા, મહિલાના પિતા ઈરપ્પા બસાવેન્ની કુમ્બારા, મારુતિ પ્રસાદ સુગાતે, મંજુનાથ તુકારામ, ગણપતિ સુગાતે, પ્રશાંત પાટીલ, પ્રવીણ શંકર પુજેરી, શ્રીધર મહાદેવની આ કેસમાં ધરપકડ કરાઈ છે. આ તમામ શ્રી રામ સેના હિન્દુસ્તાનના સભ્યો રહેલા છે.

આ બાબતમાં બેલાગાવી એસપી લક્ષ્મણ નિમ્બારાગી દ્વારા કહેવામાં આવ્યું છે કે, મુતાગેકરે અરબાઝને મારવા માટેનો કોન્ટ્રાક્ટ લીધેલો હતો અને અન્ય હત્યામાં સામેલ પણ હતા. પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ સાથે સંકળાયેલ સુત્રોનું કહેવું છે કે, કુત્બુદ્દીન બેપારી હિન્દુ સંગઠન સાથે સમાધાન કરાવવાના બહાને અરબાઝને લઈને રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા. અને તે જેવો જ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યાં જ હાજર આરોપીઓએ હથિયારો વડે તેની હત્યા કરી નાખવામાં આવી હતી. મુતાગેકરેની સાથે પાંચ આરોપીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે, સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, મુતાગેકરે મહિલાના માતા-પિતા પાસેથી પણ મૃતકના પરિવાર પાસેથી પણ પૈસા લીધેલા હતા. મહિલાના માતા-પિતા સાથેના કોન્ટ્રાક્ટમાં એવું પણ નક્કી કરાયું હતું કે, અરબાઝની હત્યા બાદ તેનો આરોપ મહિલાના માતા-પિતા પોતાના પર લઈ લેશે અને મુતાગેકરેનું નામ પોલીસ ચોપડે આવવા દેશે નહીં.

જ્યારે હત્યા બાદ મહિલાના માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેની ધરપકડની માગ પણ કરી હતી. તેમ છતાં પોલીસને આશંકા થઈ કે, માતા-પિતા એકલા આટલી ક્રૂર હત્યામાં સામેલ હોઈ શકે નહીં. આ સિવાય અરબાઝની માતાએ પણ મુતાગેકરે પર પણ આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા ઊંડાણપુર્વક તપાસ કરવામાં આવતા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Scroll to Top