રેશમા પટેલ ફરી હાર્દિક સાથે જોડાશે?, રેશમાએ હાર્દિક સાથે ક્યાં જવાની જાહેરાત કરી ?

ગાંધીનગરઃ મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાના મહારાષ્ટ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તેવા પાટીદાર અનામત આંદોલન સમિતિએ પ્રયાસો શરૂ કર્યા છે. મરાઠા અનામત પ્રમાણે ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તેવી રજૂઆત કરવા હાર્દિક પટેલ ગાંધીનગર પહોંચ્યો હતો.

હાર્દિક પટેલે પાસના 25 કન્વીનરો સાથે મળીને ગુજરાતના ઓબીસી કમિશનના ચેરમેન સુજ્ઞાબેન ભટ્ટને 11 પાનાની અરજી કરી હતી. જેમાં તમામ સર્વે, તમામ પુરાવા સાથે આપવામાં આવી હતી. સુજ્ઞાબેન ભટ્ટે આ અરજીને સહજતાથી સ્વીકારી હતી અને ખૂબ જ સકારાત્ક જવાબ આપ્યા હતા. ઓબીસી પંચ સમક્ષ પાટીદારોને અનામત મળે તે માટે સર્વેની કામગીરી હાથ ધરાય તેવી માંગ કરી હતી. જો કે આ બાદ પાસના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા રેશમા પટેલનું મહત્વનું નિવેદન આપ્યું છે.

રેશમા પટેલે નિવેદન આપ્યું હતું કે, હવે જ્યારે પણ પાટીદાર સમાજની માગણી માટે હાર્દિક પટેલ OBC કમિશનમાં જશે ત્યારે તે પણ તેમની સાથે રહેશે. એટલે હાર્દિકની સાથે હવે રેશમા પટેલ જોવા મળશે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રેશમા પટેલ અને વરૂણ પટેલે પાસ છોડી ભાજપમાં જોડાયા હતા. જે બાદ પાટીદારોના અનેક મુદ્દે હાર્દિક અને રેશમાં પટેલ આમને સામને આવી ગયા છે. તો રેશમા પટેલના આ નિવેદન બાદ એવું શક્ય બની શકે છે કે પાટીદારો માટે અનામતની માગણીના મુદ્દે ગાંધીનગરમાં આ બન્ને નેતા એક સાથે આવી શકે છે. જોકે, પાસ રેશમા પટેલનો સ્વીકાર કરે છે કે નહી તે જોવાનું રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top