નિયમોનું પાલન ન કરવા પર RBI એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર લગાવ્યો આટલા કરોડનો દંડ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2016 માં રહેલાં દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, એસબીઆઈ બેંક ઉપર આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 47A (1) (c) ની સાથે 46 (4)(i) અને 51 (1) ની ધારાઓ હેઠળ લાદવામાં આવ્યો છે. રેગ્યુલેટરી નિયમોનું પાલન ન કરવા અને બેંક દ્વારા ગ્રાહકો સાથે થયેલાં કોઈપણ ટ્રાન્જેક્શન અને કરારની માન્યતા સાથે સંબંધિત નહોતા.

આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરબીઆઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના એકાઉન્ટ અંગે સ્ક્રૂટિની કરાઈ હતી. જ્યારે આ તપાસમાં જાણકારી સામે આવી છે કે, બેંક દ્વારા આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નહોતું. આરબીઆઈ દ્વારા ગ્રાહકોનાં એકાઉન્ટની સાથે તેનાથી સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની પણ તપાસ કરાઈ હતી. ત્યાર બાદ એકાઉન્ટમાં ધોખાધડીની સૂચના આરબીઆઈને અપાઈ હતી.

તેના પછી આરબીઆઈ દ્વારા એસબીઆઈને આ બાબતમાં નોટિસ પાઠવવામાં આવી અને પુછવામાં આવ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી? ત્યાર બાદ એસબીઆઈ દ્વારા આ નોટિસનો જવાબ મોકલી દેવાયો હતો. પરંતુ જવાબથી અસંતુષ્ટ આરબીઆઈ દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો હતો.

જ્યારે SBI સિવાય આરબીઆઈ દ્વારા પ્રાઈવેટ બેંક સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ ઉપર પણ 1.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર નક્કી સમયગાળાની અંદર સાયબર સુરક્ષા ઘટનાઓના રિપોર્ટ કરવામાં અસફળ સહિત અન્ય કારણોસર તેના પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

Scroll to Top