આપણા સમાજમાં પિતા માટે દીકરી વ્હાલનો દરિયો કહેવામાં આવે છે. તેમ છતાં આજના સમયમાં તેને પણ બદનામ કરવામાં આવે છે તેવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે કંઇક એવી જ ઘટના સામે આવી છે. તેમાં સાવકા પિતા દ્વારા દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
રાજ્યના વલસાડ જિલ્લામાં પારડી ખાતે લિવ એન્ડ રિલેશનમાં રહેનાર મહિલાની દીકરી ઉપર સાવકા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 10 મહિનાથી સાવકા પિતાના ત્રાસ અને અત્યાચારથી કંટાળેલી સગીરા દ્વારા વલસાડ ચાઈલ્ડ વેલફેર ઓફિસનો સહારો લેવામાં આવ્યો હતો. આ બાબતમાં પારડી પોલીસ દ્વારા હેવાન સાવકા પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. પારડી શહેરમાં રહેનાર એક સગીરા છેલ્લા ઘણા સમયથી પોતાના જ સાવકા પિતાથી હેરાન થઈ ગઈ હતી. આ સગીરાની માતા છેલ્લા ઘણા સમયથી એક યુવક સાથે લિવ એન્ડ રિલેશનમાં સાથે જીવન પસાર કરી રહી હતી. ત્યારે માતા સાથે રહેનાર 14 વર્ષની સગીરા ઉપર સાવકા પિતા દ્વારા છેલ્લા 10 મહિનાથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પારડી પોલીસ મથકમાં સગીરા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે આરોપીને પોલીસ દ્વારા મેડીકલ ચેકઅપ માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેનાર એક પરિણીતાના પતિનું 4 વર્ષ અગાઉ બીમારીના કારણે અવસાન થયું હતું. ત્યાર બાદ મહિલા એક દીકરી અને દીકરા સાથે વસવાટ કરતી હતી. જયારે પારડી GIDC માં આવેલી એક કંપનીમાં કામ કરીને પોતાનું અને દીકરી-દીકરાનું ગુજરાન ચલાવી રહી હતી. આ દરમિયાન એક યુવક તેના સંપર્કમાં આવી ગયો હતો. આ યુવક આ મહિલા સાથે લિવ એન્ડ રિલેશન શિપમાં મહિલાને રાખવા લાગ્યો હતો.
છેલ્લા જાન્યુઆરી મહિનામાં સગીર યુવતી જ્યારે ઘરે એકલી હતી, ત્યારે આ સગીરાના સાવકા પિતા દ્વારા એકલતાનો લાભ ઉઠાવતા બળજબરીપૂર્વક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ઘરમાં કોઈને પણ આ વિશે કહેવા ના પાડી દીધી હતી. જો કોઈને કહીશ તો તને ઘરમાંથી કાઢી મુકવાની સાવકા પિતા દ્વારા સગીરાને ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ સગીરા જ્યારે એકલી ઘરમાં મળે ત્યારે સગીરા ઉપર અવારનવાર નરાધામ પિતા દુષ્કર્મ આચરતો હતો.
જ્યારે તાજેતરમાં 15 ઓક્ટોબરની રાત્રિના સગીરા ગરબા રમી ઘરે પરત આવી ત્યારે આ હેવાન સાવકા પિતા ઘરની બહાર જ ઉભેલો હતો. તે તેને ઘર નજીક આવેલી ઝાડીઓમાં લઇ જઈને તેના બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા દ્વારા તેના સાવકા પિતાની હરકતોથી કંટાળી ગઈ હતી જેના કારણે તેને વલસાડ ચાઈલ્ડ વેલફેર ઓફિસમાં આ બાબતમાં સંપર્ક કર્યો હતો.
ચાઈલ્ડ વેલફેર ઓફિસર ASI મંજુબેન દ્વારા સગીરાની આપવીતી સાંભળ્યા બાદ પારડી પોલીસ મથક પર સગીરાને સંપર્ક કરવા માટેનું કહેવામાં આવ્યું હતું. સગીરાએ પારડી પોલીસ મથકે જઈને સાવકા પિતા લાલુ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. પારડી પોલીસ દ્વારા લાલુ વિરૂદ્ધ FIR નોંધી સગીરાના સાવકા પિતા લાલુની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.