ગુજ્જુ ગર્લે જીત્યો મિસ કોન્ટિનન્ટનો ખિતાબ, ‘તારક મહેતા..’માં કરી ચૂકી છે કામ

મુંબઈ: અંધેરીના મુંબઈ હાઉસમાં મિસ ઈન્ડિયા કોન્ટિનેન્ટ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ટેસ્ટમાં મૈત્રી રાયઝાદાએ બાજી મારી હતી. નોંધનીય છે કે મૈત્રી મૂળ સૌરાષ્ટ્રના ગોંડલની છે અને વડોદરામાં રહીને મોડલિંગનું કામ કરે છે. મૈત્રી રાયઝાદા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં પણ કામ કરી ચૂકી છે.

જાગૃતિ ફેલાવવા થયું આયોજન

મિસ ઈન્ડિયા કોન્ટિનેન્ટ 2018માં પહેલી રનર અપ સાઉથ કોરિયાની મિસ કિમ્બર્લી રહી હતી. જ્યારે બીજા રનર અપ તરીકે કાશ્મીરની સાક્ષી ખુરાના રહી હતી. સેવ ગર્લ ચાઈલ્ડ અને રિસ્પેક્ટ વિમેનની જાગૃતિ ફેલાવવા આ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દેશની મોડેલ્સે લીધો ભાગ

આ કોન્ટેસ્ટમાં ભારત સહિત સાઉથ આફ્રિકા અને નેપાળની બાર મોડેલ્સની પણ પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી મૈત્રીએ જીતનો તાજ પહેર્યો હતો.

આ દેશના કન્ટેસ્ટન્ટ સાથે હતી સ્પર્ધા

આ કોન્ટેસ્ટના ટોપ ફાઈવમાં પહોંચેલી મૈત્રી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. જ્યારે અન્ય મોડેલ્સ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને સાઉથ આફ્રિકાને રિપ્રેઝન્ટ કરી રહી હતી.

વડોદરાથી કરી હતી શરુઆત

મૈત્રી રાયઝાદાએ વડોદરામાં મોડેલ તરીકે કરિયરની શરુઆત કરી હતી.

‘તારક મહેતા..’માં કરી ચૂકી કામ

મૈત્રી ફેમસ કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં પણ કામ કરી ચૂકી છે.

સોફ્ટવેર એન્જિનિયર છે મૈત્રી

મૈત્રીએ પોતાનું એજ્યુકેશન ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે. મૈત્રી સોફ્ટવેર એન્જિનિયર છે.

ફિલ્મ્સમાં પણ કર્યું છે કામ

મોડલિંગ સહિત મૈત્રી અનેક ટેલિવિઝન સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે. આ ઉપરાંત મૈત્રીએ ‘વો ઈન્ડિયા કા શેક્સપિયર’ સહિત કેટલીક અન્ય ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

મૈત્રી 2016માં યોજાયેલા મિસ ભારત કોમ્પિટિશનમાં પણ પહેલા નંબરે આવી હતી. આ કોન્ટેસ્ટમાં ભારત અને તિબેટના આશરે 250 કરતાં વધુ પાર્ટિસિપેન્ટ્સે ભાગ લીધો હતો. નોંધનીય છે કે આ ઈવેન્ટ ભારત અને તિબેટના કલ્ચરને પણ પ્રેઝન્ટ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top