આજે અમારા તમારા માટે એક વિચિત્ર કિસ્સો લઈને આવ્યા છીએ તેણે જાણીને ઉડી જશે તમારા હોશ. તેમાં જાણવા મળ્યું છે એક વરરાજાની બહેનની વિચિત્ર માંગ પૂરી ના થતા લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, વરરાજાની બહેને પહેલાથી જ જણાવી દીધું હતું કે, લગ્નના જમણવારમાં બધુ જ જમવાનું શાકાહારી હોવું જરૂરી છે. જો થશે નહીં તો તો પરિણામ સારું આવશે નહીં. વરરાજાની બહેનની આ માંગણીથી બધા આશ્ચર્યચકિત જરૂર થઈ ગયા હતા પરંતુ કોઇએ તે વાતને સીરિયસલી લીધી નહોતી અને સંબંધ તૂટવાના આરે આવી ગયો હતો.
નોંધનીય છે કે, લગ્નમાં વરરાજાની બહેનના કહેવા મુજબ, શાકાહારી જમવાનું થયું નહોતું. કન્યાપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમના ત્યાં બહારથી પણ ઘણા મહેમાનો આવેલા હતા તેના કારણે આ વાત શક્ય નથી. જ્યારે વરરાજાની બહેનને આ વાતની જાણ થઇ તો તે નારાજ થઇ ગઇ અને તેણે જણાવી દીધું કે, તે દુલ્હનના પરિવાર સાથે સંબંધ તોડી નાખશે. તેના કારણે દુલ્હાના ઘરના લોકો પણ નારાજ થઇ ગયા હતા અને સંબંધ પણ તૂટી ગયો હતો.
લોકો દ્વારા સોશિયલ મીડિયા પર આ વાતને મિશ્ર પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. કેટલાક લોકો દ્વારા વરરાજાની બહેનની ટીકા કરતા જણાવવામાં આવ્યું હતું કે, તેને આવી માગ ન કરવી જોઇએ. કેટલાક લોકો તેનું સમર્થન કરતા પણ જોવા મળ્યા હતા. જેના કારણે આ ઘટનામાં સોશિયલ મીડિયામાં બે જૂથ પડી ગયા હતા.