રાજસ્થાનથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ દ્વારા પત્નીને વેંચી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ જાણવા મળ્યું છે કે, પત્નીને એવા કારણે વેંચવામાં આવી તેનું કારણ જાણીને તમે જરૂર અચંબામાં મુકાઈ જશો.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં લગ્નના બે મહિના બાદ પોતાની પત્નીને 1 લાખ 80 હજાર રૂપિયાના બદલામાં એક 55 વર્ષીય વ્યક્તિને વેંચી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બાબતમાં પોલીસ દ્વારા એક 17 વર્ષયી કિશોરની ધરપકડ કરવામાં આવેલ છે. જયારે જાણવા મળ્યું છે કે, આ આરોપી કિશોર ઓડિશાના બોલાંગીર જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ બાબતમાં બેલપાડા થાણા પ્રભારી બુલુ મુંડા દ્વારા કહેવામાં આવ્યું છે કે, સગીર સોશિયલ મીડિયા દ્વારા એક 24 વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો અને ત્યાર બાદ બંનેને પ્રેમ પણ થઈ ગયો હતો. તેના લીધે પરિવારજનો પરંપરાગત રીતે તેમના લગ્ન કરાવવા માટે રાજી પણ થઈ ગયા હતા.
જ્યારે લગ્નના 2 મહિના બાદ ઓગષ્ટમાં યુવક દ્વારા આર્થિક સમસ્યાઓનો હવાલો આપતા પત્નીને રાયપુર જવા માટે અને ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ રાયપુરના બદલે રાજસ્થાનના એક ગામમાં તેને લઈને ચાલ્યો ગયો હતો. તેમ છતાં નવી નોકરીના થોડા દિવસો બાદ યુવક દ્વારા ના ભરવાનું પગલું ભરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પોતાની પત્નીને બારા જિલ્લાના એક 55 વર્ષીય વ્યક્તિને 1 લાખ 80 હજાર રૂપિયામાં તેણે વેચી દીધી હતી.
તેની સાથે આ બાબતમાં જાણવા મળ્યું કે, તેને આ પૈસા વડે મોંઘો સ્માર્ટફોન ખરીદ્યો અને ખાવા પાછળ પણ ખૂબ જ ખર્ચો કરી નાખ્યો હતો. આ સિવાય તે ઓડિશા જઈને યુવતી કોઈના સાથે ભાગી ગઈ હોવાનો આરોપ પણ લગાવી દીધો હતો. તેમ છતાં યુવતીના પરિવારજનો તેની વાતથી સહમત થયા નહીં અને તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી હતી. પોલીસને કોલ રેકોર્ડની તપાસ દરમિયાન ગડબડ જોવા મળી અને પુછપરછ દરમિયાન સગીર દ્વારા પોતે પોતાની પત્નીને વેચી દીધી હોવાનું કબૂલી લેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ યુવતીને શોધવા માટે પોલીસની એક ટીમ બોલાંગીરથી રાજસ્થાન પહોંચી ગઈ હતી. બારા ગામ ખાતે ગ્રામીણો દ્વારા પોલીસનો રસ્તો જામ કરી દેવામાં આવ્યો હતો અને તેઓ યુવતીને પોલીસ સાથે જવા દેવાના મૂડમાં જોવા મળ્યા નહોતા. 55 વર્ષીય વ્યક્તિએ પોતે તે યુવતી ખરીદી હોવાનું બોલતો રહ્યો હતો.
તેમ છતાં અંતે પોલીસ યુવતીને બચાવવામાં સફળ રહી અને પુછપરછ દરમિયાન યુવતી દ્વારા ઓડિશા પોતાના માતા-પિતા પાસે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સગીર દ્વારા કરવામાં આવેલ દાવા મુજબ તેણે પોતાની પત્નીને વેચી નહોતી પરંતુ 60 હજાર રૂપિયામાં ગિરવે મુકી દીધી હતી. કેમકે તેને હૃદયની બીમારી છે અને સર્જરી કરાવવાની જરૂરીયાત છે. શુક્રવારના સગીરને કોર્ટમાં રજૂ કર્યા બાદ સુધાર ગૃહ મોકલી દેવામાં આવેલ છે.