સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના સંબંધમાં આર્થર જેલમાં બંધ છે. હાલના દિવસોમાં આ કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન આર્યન ખાનના કેસમાં નવો વળાંક આવ્યો છે.
આ નવા વળાંકે બધાને હચમચાવીને રાખી દીધા છે. આ કેસમાં પંચ સાક્ષી હોવાનો દાવો કરનાર પ્રભાકર સાલીએ સોગંદનામામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
કેસમાં નવો વળાંક લાવનાર પ્રભાકર પોતાને ગોસાવીનો બોડીગાર્ડ જણાવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે આર્યનની ધરપકડના દિવસે એક અજાણ્યા શખ્સે તેની સાથે સેલ્ફી લીધી હતી, જે ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી. બાદમાં આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવી તરીકે થઈ હતી. જોકે, ઓળખ સામે આવ્યા બાદ થી જ ગોસાવી ફરાર હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રભાકરે સોગંદનામામાં કહ્યું હતું કે તેને કેપી ગોસાવી અને સૈમ ડિસૂઝાને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા હતા. તેને કથિત રીતે દાવો કર્યો હતો કે NCB, કેપી ગોસાવી અને સૈમ ડિસૂઝાએ પુત્રને છોડાવવા માટે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
25 કરોડ રૂપિયામાં નક્કી થઈ ડીલ, સમીર વાનખેડેને મળ્યા 8 કરોડ!: તેણે બંનેને આ કહેતા સાંભળ્યા હતા કે તમે 25 કરોડ રૂપિયાનો બોમ્બ નાખી દો. ચાલો 18 કરોડમાં સોદો નક્કી કરીએ અને સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપી દઈએ છીએ પ્રભાકરે આરોપ લગાવ્યો છે કે ગોસાવી અને સૈમે કથિત રીતે 18 થી 8 કરોડ રૂપિયા NCB અધિકારી સમીર વાનખેડેને આપવાની વાત કહી હતી. પ્રભાકર સાલીએ પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું હતું કે ક્રુઝ પર NCB ના દરોડા બાદ તેમણે શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીને કેપી ગોસાવી અને સૈમને વાદળી રંગની મર્સિડીઝ કારમાં સાથે વાત કરતા જોયા હતા. તેમને વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાત થઇ હતી.
10 સાદા કાગળ પર કરાવી સહી: પ્રભાકરે આગળ કહ્યું – આ પછી ગોસાવીએ તેમને ફોન કર્યો હતો અને પંચ તરીકે બનવાનું કહ્યું હતું. તેને જણાવ્યું કે NCB એ તેને 10 સાદા કાગળો પર સહી કરાવી હતી. આ સાથે પ્રભાકરે આ પણ દાવો કર્યો કે તેને 50 લાખ રૂપિયાની બે બેગ ગોસાવીને આપી છે. પ્રભાકરે કહ્યું કે 1 ઓક્ટોબરની રાત્રે 9 વાગ્યે ને 45 મિનિટે ગોસાવીએ ફોન કરીને 2 ઓક્ટોબરે સાંજે 7.30 વાગ્યા સુધીમાં તૈયાર થઈને એક જગ્યાએ આવવા માટે કહ્યું હતું. આ સાથે જ ગોસાવીએ તેને કેટલાક ફોટા આપી દીધા હતા અને ગ્રીન ગેટ પર તેને લોકોને ઓળખવા કહ્યું હતું જે તેને ફોટામાં દેખાઈ રહ્યા હતા.
કિરણ ગોસાવીના નજીકના અંગરક્ષક તરીકે કામ કરનારા પ્રભાકરે દાવો કર્યો હતો કે ક્રુઝ રેડની રાત્રે તે ગોસાવી સાથે હતો. આટલું જ નહીં, તેને એ પણ દાવો કર્યો કે તેને ગોસાવીને સૈમ નામના શખ્સ પાસેથી NCB ઓફિસ પાસે મળતા જોયા હતા. પ્રભાકરે કહ્યું કે જ્યારથી ગોસાવી રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા છે, તેને સમીર વાનખેડેથી તેમના જીવનું જોખમ છે.
સમીર વાનખેડેની પ્રતિક્રિયા: બીજી તરફ NCB એ આ તમામ દાવાઓને નિરાધાર પાયાવિહોણા ગણાવ્યા છે. સમીર વાનખેડેએ આ આરોપો પર કહ્યું કે તે તેનો યોગ્ય કરારો જવાબ આપશે. તેમણે કહ્યું – આ ખૂબ જ દુ:ખદ અને ખેદજનક છે.