ગાયે આપ્યો ખૂબજ વિચિત્ર દેખાતા વાછરડા ને જન્મ: નજરે જોનારા અચરજ પામી ગયા.

રશિયામાં મટકેચિક નામના ગામમાં એક ગાયે વિચિત્ર દેખાતા ભૂંડ જેવા વાછરડાને જન્મ આપ્યો છે. જે હાલના સમય મા ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. કહેવાય છે કે આ વાછરડાનું શરીર આમ તો ભૂંડ જેવું દેખાય છે અને તેને બે માથા પણ છે.

રશિયાના ખાકસ્સિયા વિસ્તારમા આવેલા એક નાનકડા મટકેચિક ગામમા આ વાછરડા નો જન્મ થયો હતો. આ ગાય એક ખેડૂતની છે અને તેણે આ હાલમા જ આ વિચિત્ર દેખાતા મ્યુટેંટ વાછરડાંને જન્મ આપ્યો હતો. જન્મના થોડા સમય બાદ જ વાછરડાનું મૃત્યુ થઇ ગયું અને તેના થોડાંક દિવસ બાદ ગાયનું પણ મૃત્યુ થઇ ગયું હતું.

રશિયાના આજ રાજયના કૃષિ અને ખાદ્યાન્ન મંત્રાલયના પશુ વિભાગે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના મટકેચિક ગામમાં બની છે. તેમણે કહ્યું કે તે આ ગાયનું પ્રથમ વાછરડું હતું. આ ઉપરાંત પશુ-વિભાગે વધારે માહિતી આપતા કહ્યું કે ગાયના આ પ્રકારના જિનેટિક ફેરફારની સાથે વાછરડાને જન્મ આપવાનું પાછળ જીનોમમાં થયેલો ફેરફાર જવાબદાર છે. પશુવિભાગે કહ્યું કે પશુઓમાં મ્યુટેશન એટલે કે જીનેટિક ફેરફાર માટે તેમનો આંતરિક અને બહારનો માહોલ જવાબદાર હોય શકે છે. આ મ્યુટેશન ક્રોસબ્રીડિંગ દરમ્યાન પણ થઇ શકે છે.

ભારતના એક ગામમાં પણ બે મોઢાવાળું વાછરડું જનમ્યું: ગયા મહિને જ ભારતના રાજસ્થાન રાજ્યના ધોલપુર જિલ્લામાં સિકરૌદા ગામમાં પણ ગાયે બે મોઢાવાળા વાછરડાને જન્મ આપ્યો હતો. તેની બે ડોક, બે મોઢા, ચાર આંખો અને ચાર કાન હતા. આ અજીબ વાછરડા ની હાલત અત્યારે સ્વસ્થ છે અને તેની વ્યવસ્થિત દેખરેખ કરાય રહી છે. આ વિસ્તાર મા રહેતા લોકો માટે આ ચર્ચાનો વિષય બન્યો છે.

Scroll to Top