શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં અંતે 26 દિવસ બાદ જામીન મળી ગયા છે. જ્યારે આ 26 દિવસની વાત કરવામાં આવે તો શાહરુખ-ગૌરી માટે આ ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યાં હતાં. આ 26 દિવસમાં શાહરુખ કે ગૌરી શાંતિથી ના તો જમી શક્યા હતા કે ના તો ચેનથી તે સૂઈ શક્યા હતા. દીકરાને જામીન મળ્યા બાદ શાહરુખના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. શાહરુખ ખાનના ચહેરા પર રોનક ફરી પરત આવી ગઈ છે.
બોમ્બે હાઇકોર્ટ દ્વારા 28 ઓક્ટોબરના રોજ એટલે ગઈ કાલે આર્યન ખાનના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આર્યનના જામીન મંજૂર થયા બાદ બોમ્બે હાઇકોર્ટમાંથી વકીલો સીધા શાહરુખ ખાનને મળવા ગયા હતા. શાહરુખ ખાનના ચહેરા પર 26 દિવસ બાદ ખુશી જોવા મળી છે. શાહરુખ ખાને અંતે રાહતનો શ્વાસ લીધો છે. શાહરુખ ખાન સતીશ માનશિંદે તથા તેની ટીમ સાથે ખુશખુશાલ જોવા મળ્યા હતા. શાહરુખ ખાન મુંબઈની ટ્રિડેન્ટ હોટલમાં વકીલોને મળ્યા હતા.
બોમ્બે હાઇકોર્ટમાં આર્યન ખાનને જામીન મળે તે માટે શાહરુખ ખાને વકીલોની ફોજ ઉતારી દીધી હતી. મુકુલ રોહતગી સિવાય સતીશ માનશિંદે, અમિત દેસાઈ, આનંદિની ફર્નાન્ડિઝ જેવાં વકીલો રહેલા છે. આ સિવાય લો ફર્મ્સ કરાંજવાલા એન્ડ કંપની તથા દેસાઈ દેસાઈ કરીમજી એન્ડ મુલ્લા પણ આર્યન તરફથી હાઇકોર્ટમાં હાજર જોવા મળ્યા હતા.
આર્યન ખાનના જામીન મંજૂર થતા જ મન્નતની બહાર ચાહકો ઉમટી આવ્યા હતા. ચાહકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ચાહકોનું સ્વાગત શાહરુખના નાના દીકરા અબરામ દ્વારા કરવામાં આવ્યું હતું. અબરામે હાથ હલાવીને ચાહકોનું અભિવાદન પણ કર્યું હતું.