દિલ્હીનો એક સાદો દેખાતો છોકરો બોલિવૂડનો બાદશાહ બની જાય છે. આ વાર્તા કોઈ ફિલ્મી નથી, હકીકત છે અને તે છોકરો બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન છે. બોલિવૂડ પર રાજ કરનાર શાહરૂખ ખાન માત્ર લોકોના દિલ પર જ રાજ કરતો નથી પરંતુ હેડલાઇન્સમાં પણ બન્યો રહે છે.
કિંગ ખાનના ચાહકો તેના ઘરથી લઈને તેની ઘડિયાળ સુધી બધું જાણવા માંગે છે. ચાંદની ચોકની ગલીઓથી લઈને મુંબઈના મન્નત સુધીની સફર શાહરૂખ માટે સરળ નહોતી. પરંતુ આજે તે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા ઍક્ટરોની લિસ્ટમાં સામેલ છે.
માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડના ઍક્ટર ટોમ ક્રૂઝ, ટોમ હેન્ક્સ અને એડમ સેન્ડલર જેવા બધા ઍક્ટરોને પણ કમાણીના મામલામાં પાછળ છોડી દીધા છે. આ સાથે તે IPL ટીમ કોલકારા નાઈટ રાઈડર્સનો પણ માલિક છે. જાણો શાહરૂખના 56માં જન્મદિવસના અવસર પર શાહરૂખની કમાણીની સંપૂર્ણ વિગતો.
‘બોલિવૂડના બાદશાહ’, ‘કિંગ ઓફ બોલિવૂડ’, ‘કિંગ ખાન’ અને ‘કિંગ ઓફ રોમાન્સ’ જેવા અનેક નામોથી લોકોના દિલ-દિમાગમાં કેદ કેદ થઇ ગયો છે. શાહરૂખ ખાનને શાનદાર જીવનશૈલીની આદત છે.
5100 કરોડના છે માલિક
શાહરૂખ ખાનની આખી કારકિર્દીની કુલ સંપત્તિ 5100 કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ દર મહિને ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે વર્ષભરની કમાણી 240 કરોડ રૂપિયાથી વધુ છે.
ફિલ્મો અને જાહેરાતોમાંથી કમાણી
રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ દરેક ફિલ્મ માટે 40-50 કરોડ રૂપિયાની કમાણી કરે છે, જ્યારે જાહેરાતના શૂટિંગ માટે તે 22 કરોડ રૂપિયા ફી લે છે. તેઓ બ્રાન્ડ પ્રમોશન માટે તગડી રકમ પણ વસૂલે છે. શાહરૂખ એક સફળ અભિનેતા હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ મેન પણ છે. તેની પાસે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, ડ્રીમ્ઝ અનલિમિટેડ જેવી પ્રોડક્શન કંપનીઓ છે. તદુપરાંત IPLમાં પણ તેની ટીમ છે.
શાહરુખ ખાનનું ઘર
શાહરૂખ ખાનનું ઘર ‘મન્નત’ દુનિયાભરમાં તેની સુંદરતા માટે જાણીતું છે. આટલું જ નહિ શાહરૂખના ફેન્સ પણ તેના ઘરની બહાર આવીને ફોટા પડાવવાનું ભૂલતા નથી. શાહરૂખના આ ઘરની કિંમત લગભગ 200 કરોડ રૂપિયાની આસપાસ છે. જ્યારે શાહરૂખનું એક ઘર દિલ્હીમાં પણ છે. આ સિવાય શાહરૂખ ખાને દુબઈમાં એક વિલા પણ ખરીદ્યો છે. આ વિલામાં 6 બેડરૂમ છે.
શાહરૂખ ખાનની કારો
શાહરૂખ ખાનને ઘડિયાળ પછી જો કોઈ શોખ હોય તો તે કારોનો છે. શાહરૂખ પાસે Bugatti Veyron, BMW 6 Series, Mitsubishi Pajero, BMW 7 સિરીઝ કાર, Audi A6, લેન્ડ ક્રુઝર, Rolls Royce Drop Hate Coupe જેવા લક્ઝરી ગાડીઓ છે.