એરપોર્ટ પરથી બે મહિલા ૯૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ, આ રીતે પહોંચાડી રહી હતી ડ્રગ્સ ….

દિલ્હી એરપોર્ટ પર બે વિદેશી મહિલાઓ ડ્રગ્સ સાથે ઝડપાઈ હોવાની જાણકારી સામે આવી છે. કસ્ટમના અિધકારીઓ દ્વારા દિલ્હી એરપોર્ટ પરથી યુગાંડાની બે મહિલા પાસેથી 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. યુગાંડાની આ મહિલાઓ દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી, તે દરમિયાન તેની પાસેથી ૯૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત ઝડપવામાં આવ્યું છે.

આ બાબતમાં એક અિધકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન આ બે મહિલાઓ પાસેથી 12.9 કિલો હેરોઇન મળી આવ્યું છે. બન્ને મહિલાઓ કેન્યાના નૈરોબીથી અબુધાબી થઇને નવી દિલ્હીના એરપોર્ટ પર પહોંચી હતી.

જેમાં 12-13 ની રાત્રીના સમયે આ મહિલાઓ એરપોર્ટ પહોંચી હતી. આ દરમિયાન તપાસ કરવામાં આવતા તેની પાસેથી 12.9 કિલો હેરોઇન મળી આવ્યું હતું જેની માર્કેટ કિમત અંદાજે 90 કરોડ આંકવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું કે, આ બન્ને મહિલા તસ્કરો યુગાંડા, કેન્યા અને ભારતમાં ડ્રગ્સ તસ્કરી કરતી હતી. જ્યારે તપાસ દરમિયાન મહિલા દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, પૈસાની લાલચમાં તેણે આ ડ્રગ્સ તસ્કરી શરુ કરી હતી.

મહિલાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કેન્યાના એક નાગરિક દ્વારા મને વચન આપવામાં આવ્યું હતું કે જો તે દિલ્હીમાં આ ડ્રગ્સ પહોંચાડી દેશે તો તેને ભારી ભરકમ રકમ આપવામાં આવશે. જેના લીધે તે કંપાલાથી રોડ માર્ગેથી નૈરોબી ગઇ હતી. જ્યાં તેને કેન્યાના આ નાગરિક દ્વારા આ ડ્રગ્સનું પેકેટ સોંપવામાં આવ્યું હતું. આ પેકેટ દિલ્હીમાં પહોંચાડવાની જવાબદારી તેને સોંપાઈ હતી. આ દરમિયાન તેની દિલ્હી આવવાની ટિકિટની વ્યવસ્થા પણ કરાઈ હતી.

Scroll to Top