200 કરોડ કમાવનાર સાતમી દક્ષિણ ભારતીય ફિલ્મ બની ‘પુષ્પા’, જાણો લિસ્ટમાં અન્ય કઈ ફિલ્મો નો સમાવેશ થાય છે

અત્યાર સુધી ફકત 7 દક્ષિણ ભારતીય ફિલ્મોએ ભારતના બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોક્સ ઓફીસ ઇન્ડિયા અનુસાર લિસ્ટ આ મુજબ છે.

પુષ્પા (2021): ઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ની હાલની રિલીઝ ફિલ્મ પુષ્પા (Pushpa) થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને હિન્દી દર્શકો દ્વારા પણ ઘણો બધો પ્રેમ મળ્યો છે. પુષ્પાએ 16 દિવસોમાં જ ભારતના બોક્સ ઓફીસ પર 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ હાલમાં છઠ્ઠા નંબર પર છે અને ટૂંક જ સમયમાં 5 માં નંબરે આવી જશે. દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે.

આલા વૈકુંઠપુરમુલુ (2020): અલ્લુ અર્જુનની 200 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ આલા વૈકુંઠપુરમુલુ હતી. સાતમા સ્થાને આ લિસ્ટમાં એકમાત્ર એવી ફિલ્મ છે જે અખિલ ભારતીય રિલીઝ થઈ નહોતી.

એથિરન ઉર્ફ રોબોટ (2010): 200 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ રજનીકાંત અભિનીત રોબોટ હતી. શંકર નિર્દેશિત 205 કરોડ રૂપિયાની સાથે 5માં નંબર પર છે.

સાહો (2019): પ્રભાસ સ્ટારર સાહો 302 કરોડ રૂપિયાની સાથે ચોથા સ્થાન પર છે. બાહુબલી ફિલ્મો બાદ રિલીઝ થયેલ સાહોએ હિન્દી બજારોમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) અને શ્રદ્ધા કપૂરે (Shraddha Kapoor) મુખ્ય ભૂમિકા ભજવી હતી.

2.0 (2018): સિક્વલ ટુ રૉબોટ, 2.0 માં અક્ષય કુમાર મુખ્ય વિલેનના રૂપમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ભારતના બોક્સ ઓફિસ પર 413 કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા નંબર ઓર છે. ફિલ્મના હિન્દી ડબ વર્ઝનને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 2018 માં રિલીઝ થઈ હતી.

બાહુબલી ધ બિગિનિંગ (2015): એસએસ રાજામૌલીની આ શાનદાર ફિલ્મે ભારતીય સિનેમાને હંમેશા માટે બદલી દીધી છે. બાહુબલી ધ બિગિનિંગ 418 કરોડ રૂપિયાની સાથે બીજા સ્થાન પર છે. આ ફિલ્મ વર્ષ 2015 માં રિલીઝ થઈ હતી.

બાહુબલી 2-ધ કન્કલૂઝન (2017): 1116 કરોડ રૂપિયાની બેમિસાલ કમાણી સાથે બાહુબલી ધ બિગિનિંગ, બાહુબલી 2: ધ કન્કલૂઝનની બીજી શ્રેણીની કમાણી કરનારની ટોપ પલ્સ પર છે. આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી.

Scroll to Top