ગુજરાતના વાતાવરણમાં પલટો, ઝડપી હવાની સાથે જ તાપમાનમાં ઘટાડો

અમદાવાદ. રવિવારે સમગ્ર ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી હતી. ક્યાંક વાદળોની અવરજવર હતી તો ક્યાંક જોરદાર ધૂળવાળો પવન હતો. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાંથી ઘણી હદે રાહત મળી છે.

અમદાવાદમાં રવિવારે મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ છે. જો કે આ તાપમાન પાછલા દિવસો કરતા ઓછું છે. શહેરમાં સવારથી વાદળોની અવરજવરને કારણે ગરમીમાંથી રાહત મળી હતી. બપોરના સમયે કેટલાક સ્થળોએ જોરદાર ધૂળવાળો પવન ફૂંકાયો હતો. માત્ર અમદાવાદમાં જ નહીં રાજ્યભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ભાવનગરમાં 41, ગાંધીનગરમાં 40.4, સુરેન્દ્રનગરમાં 40.3, રાજકોટમાં 38.7, વડોદરામાં 37.6 અને સુરતમાં 33.8 મહત્તમ તાપમાન નોંધાયું હતું. તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે તાપમાનમાં બહુ ફરક નહીં પડે. મંગળવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

ત્યાં જ આજે સોમવાર સવારથી જ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને આજે સવારથી વાતાવરણમાં ઠંડક અનુભવાઇ રહી છે જેથી હવામાન નિષ્ણાંતો એવું પણ જણાવી રહ્યા છે કે, આ વર્ષે ચોમાસું ખુબ જ જલ્દી આવવાની સંભાવના છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસું જૂન મહિનાના બીજા સપ્તાહથી દેશમાં દસ્તક આપી શકે છે.

Scroll to Top