જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન પણ શહીદ થયો હતો. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના હતા. પોલીસે આતંકીઓ પાસેથી ઘણા હથિયારો જપ્ત કર્યા છે.
આઈજીપી કાશ્મીરે કહ્યું કે, ‘ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના કરેરી વિસ્તારમાં બુધવારે ભીષણ અથડામણમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા. આ દરમિયાન એક પોલીસકર્મી પણ શહીદ થયો હતો.
તેમણે કાશ્મીર પોલીસ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારને ટાંકીને ટ્વીટ કર્યું, ‘ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન એન્કાઉન્ટરમાં J&K પોલીસનો એક જવાન પણ શહીદ થયો હતો. આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.