રાહુલ ગાંધી અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસે કહ્યું કે દક્ષિણ ભારતના પાર્ટી કાર્યકર્તા રાહુલ ગાંધીને સતત વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કાયકર્તાઓની માંગને સ્વીકારી લીધી છે. હવે તેઓ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. વાયનાડ સીટ, ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ અને કર્ણાટકથી ઘેરાયેલી છે.

કોંગ્રેસના સિનિયર નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અંતે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની ભાવનાઓને ધ્યાનમાં લઈને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે અને તેઓ વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડશે. એન્ટનીએ કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાંથી અનેક વિનંતીઓ આવી હતી કે રાહુલ ત્યાંથી ચૂંટણી લડે. અહીંથી ચૂંટણી લડવાનું વધુ એક કારણ એ હતું કે ત્રણ દક્ષિણી રાજ્યોનું ત્રિકોણ છે. આ તે કેરળમાં આવેલું છે, પરંતુ તમિલનાડુ અને કર્ણાટકથી ઘેરાયેલું છે. એક પ્રકારે તે ત્રણ રાજ્યોની માંગને પૂરી કરશે.

અમેઠીમાં રાહુલની સામે ભાજપે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ઉતાર્યા છે. 2014 ની લોકસભા ચૂંટણીમાં રાહુલે તેમને 1.07 લાખ વોટથી હરાવ્યાં હતા. જો કે રાહુલની જીતનું આ અંતર 2009 ની તુલનાએ ઘણું ઓછું હતું. ત્યારે રાહુલ 3.70 લાખ વોટથી જીત્યા હતા. રાહુલ 2004 થી સતત ત્રણ વખત અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાય છે. 2009 માં તે 3.70 લાખ વોટથી જીત્યા હતા. 2004 માં કોંગ્રેસનો વોટ શેર 66% અને 2009માં 71% હતો પરંતુ 2014 ની ચૂંટણી જે ઘટીને 46% જ થઈ ગયો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરશે. સવારે 11 કલાકે તેઓ આંધ્રપ્રદેશના વિજયવાડામાં રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ રાહુલ બપોરે 2.15 આંધ્રપ્રદેશના જ અનંતપુરમાં રેલી કરશે. આંધ્રપ્રદેશ બાદ રાહુલ કર્ણાટક જશે અને અહીં બેગલુરુ ગ્રામીણમાં એક જનસભાને સંબોધિત કરશે.

કોંગ્રેસ પ્રવક્તા રણીદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી માટે અમેઠી કોઈ લોકસભા સીટને બદલે પરિવાર રહ્યો છે અને તેઓએ હંમેશા કહ્યું છે કે તેઓ અમેઠીથી ક્યારેય દૂર નહીં જાય. પરંતુ, ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓના સંગમ તરીકે પાર્ટી અને રાહુલે કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top