રાહુલ ગાંધીની માંગ, ડિસમીસ થાય રાફેલ કન્ટેમ્પ્ટ પીટીશન, ભાજપ ઈચ્છે છે રાજકીય લાભ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ પ્રકરણમાં ચોદીદાર ચોર હૈ અંગે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઈ સુપ્રીમ કોર્ટની અવમાનનાની નોટીસનો રાહુલ ગાંધીએ સોમવારે જવાબ ફાઈલ કર્યો છે.

રાહુલ ગાંધીએ આ મામલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખી દ્વારા દાખલ કરાયેલી અરજીને ડિસમીસ કરવાની માંગ કરી છે અને તેને ફગાવી દેવામાં આવે તેવું જણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપના સાંસદ રાજકીય વિવાદમાં વ્યક્તિગત અને રાજકીય લાભ લેવા માટેની કોશીશ કરી રહ્યા છે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે કોર્ટની અવમાનનાની અરજી કરનારા ભાજપના સાંસદ મીનાક્ષી લેખીને પણ ન્યાયિક પ્રક્રિયાનો દુરપયોગ કરવા માટે દંડિત કરવામાં આવે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ પ્રમાણે રાહુલ ગાંધીએ પોતાના વલણને દોહરાવીને કહ્યું છે કે તેમણે કોઈ માફી માંગી નથી પરંતુ કોર્ટને સાંકળીને કરેલી ટીપ્પણી અંગે ખેદ વ્યક્ત કર્યો છે. હવે આ અંગે વધુ સુનાવણી મંગળવારે કરવામાં આવશે.

આ કેસની સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ સંજીવ ખન્ના સમક્ષ ચાલી રહી છે. રાહલુ ગાંધી વતી વકીલ સુનીલ ફર્નાન્ડીસે જવાબ રજૂ કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top