અમદાવાદ: DPS ની દાદાગીરી, ફી ન ભરનારા બાળકોનો પ્રવેશ રદ કર્યો

રાજ્યમાં લાંબા સમયથી ફી વધારા મુદ્દે સ્કૂલોની મનમાની પર વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે એક ખાનગી ચેનલની માહિતી મુજબ શહેરના બોપલમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની ફી મામલે દાદાગીરી સામે આવી છે. DPS સ્કૂલે 100થી વધુ બાળકોનો આગળના ધોરણમાં પ્રવેશ રદ કરી દીધો છે.

સ્કૂલે ફી વધારાનો વિરોધ કરી રહેલા વાલીઓને પણ નિશાન બનાવ્યા છે. ઉપરાંત DPS તરફથી વર્ષ 2017-18ની સ્કૂલ દ્વારા નક્કી કરેલી ફી ભરવા દબાણ કરાઈ રહ્યું છે. તો 2018-19ની એડવાન્સ ફી ભરનારા વિદ્યાર્થીઓને જ આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

જોકે હવે આ સમગ્ર મામલે વાલીઓ સરકાર સમક્ષ રજૂઆત કરવાનું વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્કૂલો દ્વારા ફીસ વસૂલવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ કરવાના ઘણા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલો માટે વાર્ષિક 15 હજાર અને માધ્યમિક સ્કૂલો માટે ફી 25 હજાર નક્કી કરાઈ હતી. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળા માટે વાર્ષિક 27 હજાર ફી નક્કી કરી હતી. સરકારે ફી નિયંત્રણ સમિતિની પણ રચના કરી હતી. આ ફી નિયમન કાયદાને હાઈકોર્ટે પણ મહદઅંશે મંજૂર રાખ્યો હતો. જોકે આ બાદ શાળા સંચાલકોએ ફીના કાયદાને કોર્ટમાં પડકાર્યો હતો.

સરકારે વિધાનસભામાં માર્ચ-2017માં ખાનગી સ્કૂલ ફી નિયમન વિધેયક પસાર કર્યો હતો. તેમ છતાં રાજ્ય સરકાર ખાનગી સ્કૂલો દ્વારા ફીના નામે ચલાવાતી લૂંટ રોકશે તેવી વાલીઓની આશા ઠગારી નિવડી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાનગી સ્કૂલોની કમરતોડ ફી સામે આંદોલન ચલાવી રહેલા વાલીઓને ઝટકો આપતા પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી કમિટી નક્કી ન કરે ત્યાં સુધી સ્કૂલના સંચાલકો કહે તેટલી ફી ભરવી પડશે.

309 ગામની 1400 હેક્ટર ખેતીની ફળદ્રુપ જમીન ઉ૫ર બુલેટ ટ્રેન ફરી વળશે..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top