દિલ્હી-NCR માં નીરવ મોદીને પણ ટક્કર મારે એટલું મોટું કૌભાંડ સામે આવ્યું

દેશમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. હવે દિલ્હી-એનસીઆરમાં પંજાબ નેશનલ બેંકથી પણ મોટું કૌભાંડ સામે આવ્યું છે. રિઅલ એસ્ટેટની જાણીતિ કંપની SRS ગ્રુપ પર હજારો કરોડ રૂપિયા હડપવાનો આરોપ છે. આ કૌભાંડને રિયલ એસ્ટેટ ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે.

આ મામલે નોંધાયેલી ફરિયાદ કાર્યવાહી હાથ ધરતા હરિયાણા પોલીસે એસઆરએસ ગ્રુપના ચેરમેન અનિલ જિંદલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

અનિલ જિંદલ સિવાય જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં બિશન બંસલ, નાનક ચંદ યાતલ, વિનોદ મામા અને દેવેંદ્ર અધાનાનો સમાવેશ થાય છે. એસઆરએસ ગ્રુપ પર બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેને પાછી ન આપવાનો આપવાનો આરોપ છે.

ડીસીપી વિક્રમ કપૂરે આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે, આરોપીઓને દિલ્હીના દિલ્હીના મહિપાલપુરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતાં. તમામને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજુ કરવામાં આવશે અને આરોપીના રિમાંડની માંગણી કરવામાં આવશે.

આ તમામ વિરૂદ્ધ ગત મહિને ચાર માર્ચે સેક્ટર-31માં આઈપીસીન્ની 420, 406, 120બ્બી તથા હરિયાણા પ્રોટેક્શન ઓફ ઈંટેસ્ટ ઓફ ડિપોઝીટ ઈન એફ એક્ટ 2013 અંતર્ગત 22 કેસ નોંધવામાં આવ્યાં હતાં. કેદ નોંધવામાં આવ્યા બાદ અનિલ જિંદલના નિવાસસ્થાન સહિત જુદા જુદા સ્થળે પોલીસે દરોડાની કાર્યવાહી હ આથ ધરી હતી, પરંતુ જીંદલ હાથ લાગ્યાં ન હતાં.

કહેવાય છે કે અનિલ જિંદલે એસઆરએસ મૉલથી પોતાનો વ્યાપાર શરૂ કર્યો હતો. ત્યાર બાદ એસઆરએસ કંપની બનાવી રિટેલ, સિનેમા, જ્વેલરી તથા પ્રોપર્ટી સહિત જુદા જુદા ધંધામાં પગ પેસારો કર્યો હતો. એસઆરએસ ગ્રુપનો વ્યાપાર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન સહિતના રજ્યોમાં ફેલાયેલો છે.

આ તમામ ક્ષેત્રોમાં હાથ અજમાવ્યા બાદ અનિલ જિંદલે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પગ માંડ્યા હતાં. પરંતુ રિયલ એસ્ટેટમાં મંદી આવતા અનિલ જિંદલને આંચકો લાગ્યો હતો.

એસઆરએસ તરફથી રોકાણકારોને મોટું વ્યાજ આપવામાં આવતું હતું પરંતુ મંદી આવતા ધીમે ધીમે વ્યાજ આપવાનું બંધ થયું. 2015માં તો વ્યાજ આપવાનું બંધ જ કરી દેવામાં આવ્યું. રોકાણકારોએ પોતાની મૂળ રકમ પરત માંગવાનું શરૂ કરી દીધુ, પરંતુ તેમને કાણી પાઈ પણ મળી ન હતી. બાદમાં પીડિતો ધરણા અને પ્રદર્શનો શરો કરી દીધાં હતાં.

આ મામલે ફરીયદ પોલીસ કમિશ્નર અમિતાભ ઢિલ્લો સુધી પહોંચતા તેમણે આ મામલે તપાસ હાથ ધરી હતી. આખરે અનિલ જિંદલ તથા એસઆરએસના અન્ય ડાયરેક્ટર્સ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યાં અને તમામની ધરપકડ કરવામાં આવી.

કોંગ્રેસતો આ કૌભાંડને નીરવ મોદીએ પીએનબી સાથે આચરેલા કૌભાંડ કરતા પણ મોટું ગણાવી રહી છે.

કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડૉ, અશોક તંવરે કહ્યું હતું કે, 20 હજાર પરિવારના 30 હજાર કરોડ રૂપિયા હડપનારા એસઆરએસ ગ્રુપનું આ કૌભાંડ નીરવ મોદીના કૌભાંડ કરતા પણ મોટું છે.

પીએનબી કરતાં પણ મોટું કૌભાંડ આવ્યું સામે, આ કંપનીએ કર્યું 30,000 કરોડનું કૌભાંડ…જાણો વિગત 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here