અમે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર ફરી બનાવીએ છીએ, વડાપ્રધાનની પહેલી અને છેલ્લી પ્રેસ કોન્ફરેન્સ

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતા. એવું કહી શકાય કે વડાપ્રધાને પાંચવર્ષમાં પહેલી વખત પત્રકાર પરિષદ કરી. આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાને પોતાની વાત મૂકી હતી અને પત્રકારોના જવાબ અમિત શાહે આપ્યા હતા.

પાંચ વર્ષમાં દેશના દરેક વર્ગનો વિકાસ થયો છે.

આ પત્રકાર પરિષદમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની એક વખત ફરી દેશમાં સરકાર બનવા જઈ રહી છે. સરકારનું કામ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યું છે. ૫૦ કરોડ ગરીબોનું જીવન સ્તર ઊંચુ આવ્યું છે. આજે દેશના લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે. દેશની જનતાને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે.

અમિત શાહે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશના દરેક વર્ગનો વિકાસ થયો છે. દરેક ક્ષેત્રનો વિકાસ થયો છે. દરેક ક્ષેત્રના લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમારી સરકારે અર્થવ્યવસ્થામાં દેશને ૧૧માં સ્થાનેથી છઠ્ઠા સ્થાને લાવવાની કામગીરી કરી છે.

વડાપ્રધાનાની લોકપ્રિયતાના કારણે અમને વોલન્ટીયર્સ પણ ખૂબ મળ્યા

આજે ૧૬ રાજ્યોમાં આમારી સરકાર છે. ૨૦૧૪ માં પહેલીવાર નોન-કોંગ્રેસ સરકારને બહુમતી મળી અને ૨૦૧૯માં પણ મળશે. આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ જનસંપર્ક વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે. વડાપ્રધાનાની લોકપ્રિયતાના કારણે અમને વોલન્ટીયર્સ પણ ખૂબ મળ્યા.

ફિર એક બાર મોદી સરકાર, આયેગા તો મોદી હી, મોદી હૈ તો મુમકિન હૈ…ના સૂત્રો અમે નહી પણ અમારી સાથે જોડાયેલા વોલન્ટીયર્સે જ બનાવ્યા, પાર્ટીએ માત્ર તેને આગળ વધાર્યા છે.

આ વખતની ચૂટણી સૌથી પ્રરીશ્રમી હતી

તેમણે જણાવ્યું કે આ ચૂંટણી દરમિયાન વડાપ્રધાને ૧૪૨ જેટલી જનસભાઓ યોજી, ૪ રોડ શો કર્યા અને ૧ કરોડ ૫૦ લાખ લોકોનો સીધો સંપર્ક કર્યો. આ વખતની ચૂટણી સૌથી પ્રરીશ્રમી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે

પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. જેની સૌથી મોટી તાકાત શું છે? આ કોઈ રાજકીય પાર્ટીનું કામ નથી. મારું માનવું છે કે આપણે દેશને દુનિયાની સમક્ષ લઈ જવું જોઈએ. કેટલીક વાતો આપણે ગર્વ સાથે કહેવી જોઇએ.

દુનિયાને આપણા લોકતંત્રની શક્તિ બતાવવી જોઇએ. તેમણે કહ્યું કે 2009 અને 2014 ની ચૂંટણીના કારણે IPLની મેચ દેશની બહાર યોજાઈ હતી. સરકાર સક્ષમ હોય તો IPL, રમઝાન, બાળકોની પરીક્ષા અને નવરાત્રી પણ ચૂંટણી સમયે થાય છે. તેમણે દાવો કર્યો કે પૂર્ણ બહુમતી વાળી સરકાર બીજી વાર પૂર્ણ બહુમતી સાથે બનેશે. આવું પહેલીવાર બન્યું છે. ખૂબ ઝડપથી અમે સરકારનું કામ સંભાળશું.

વડાપ્રધાને જણાવ્યું કે ગત વખતે 16 મેનાં રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. 17 મેનાં રોજ ઘણી જ મોટી કેઝ્યુઅલ્ટી થઈ હતી. સટ્ટાખોરોને તે દિવસે અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. સટ્ટાખોરોને મોદીની હાજરીનું નુકશાન થયું હતું. પહેલાં જે સટ્ટા બજાર ચાલતું હતું તે કોંગ્રેસની 150 સીટ માટે અને ભાજપ માટે 118 અને 120 સીટ માટે ચાલતો હતો. મારા ખ્યાલથી જ ઈમાનદારીની શરૂઆત 17 મેથી જ થઈ હતી.

પત્રકારો માટે તેમણે કહ્યું કે કુદરતી આપત્તિ વખતે અને આવી ચૂંટણી દરમિયાન પત્રકારોનું કામ વધી જતું હોય છે અને એમા પણ સોશિયલ મીડિયાના આ જમાનામાં તેમનું કામ ખૂબ વધી ગયું છે. હુ તેમને ધન્યવાદ આપુ છુ અને હું આટલા લોકો વચ્ચે ગયો. તે મારું ધન્યવાદ અભિયાન હતું પાંચ વર્ષ મને સેવા  કરવા બહુમતી આપી તે માટે હું ધન્યવાદ કરવા મેં આટલું જનસંપર્ક કર્યુ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top