ચારુ મલિક: વોટ્સએપ પર અભદ્ર વીડિઓ મોકલનાર શખ્સને છેક પાકિસ્તાનને સીમાડેથી ઢસડી લાવનાર ઓફિસર!

અવારનવાર કોઈને કોઈ જાંબાજ પોલિસ ઓફિસરની વાતો આજકાલ સોશિયલ મીડિયા પર ફરતી રહેતી હોય છે. એમાં અમુક મહિલા પોલિસ અફસરના પરાક્રમની પણ વાતો હોય છે. એક તરફ અમુક તત્ત્વો પોલિસને બદનામ કરે છે તો બીજી બાજુ એ જ પોલિસ ક્યારેક જીવ પર આવીને લોકોને સુરક્ષા મહેસુસ કરાવે છે.

આજની વાત છે મુંબઈની એક આસિસ્ટન્ટ પોલિસ ઇન્સ્પેક્ટરના પરાક્રમની. અડધા ભારતનું અંતર કાપીને આ લેડી ઓફિસરે છેક કાશ્મીરમાંથી આરોપીને જબ્બે કર્યો! મહિલાઓની ટેક્નોયુગમાં ટેક્નોલોજીનો દુરૂપયોગ કરીને છેડતી કરનારાને એવો તો પાઠ ભણાવ્યો કે એ જીંદગીભર નહી ભૂલી શકે! જાણી લો શું છે વાત:

મુંબઈની મહિલાને આવ્યો અજાણ્યા શખ્સનો મેસેજ 

મુંબઈમાં રહેતી એક મહિલાને (નામ નથી આપવું) અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં ‘Hi’ લખેલો મેસેજ આવ્યો. આ અજાણ્યો નંબર કોનો હશે? મુંઝાતી મહિલાએ રીપ્લાય ન આપ્યો. એવામાં તો ફરીવાર એ નંબર પરથી જ એક વીડિઓ મોકલવામાં આવ્યો. વીડિઓ અભદ્ર હતો. શિષ્ટાચારની વિરુધ્ધનું કોઈ અનાડીનું આ પગલું હતું. બાબત ગંભીર હતી. મહિલાએ પોતાના પતિને આ દેખાડ્યું. સ્વાભાવિક રીતે ધણીનો મગજ જવાનો. એણે એ નંબર પર ફોન કર્યો. સામેથી કોઈ નઘરોળીયો બોલતો જણાયો. વાતચીત થઈ તો કહેવા લાગ્યો કે, મારું મન પડ્યું ને મોકલ્યો…હવે તારાથી શું થશે, બોલ? થાય એ કરી લેવાનું!

ચારુ મલિકે આરોપીને પકડવા કમર કસી 

આખરે બંને જણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલિસ દ્વારા તલાશી લેવાની શરૂ થઈ. સ્વાભાવિક રીતે પેલા શખ્સને અંદાજ આવી ગયો હશે કે આવું બનશે. એની ડાકલી હલવા માંડી હશે એટલે એણે ફોન બંધ કરી દીધો અને સીમકાર્ડ બદલી નાખ્યું. પણ આખરે પોલિસ તો પોલિસ છે ને? એવા ગાળો દઈને સીમકાર્ડ બદલી નાખનારા લુખ્ખાઓને એમ લાગતું હોય કે હવે કોઈ પકડી નહી શકે, તો તો થઈ રહ્યું! પોલિસે ગમેતેમ કરીને પણ આ શખ્સની લોકેશન ટ્રેક કરી. ઠેકાણું પકડાયું ઠેઠ કાશ્મીરના છેવાડાનું! પાકિસ્તાનની સીમા પાસેનું! હમમ…તો જ આ સડેલ એટલું પાણી કરતો હશે – એ ધારીને કે અહીં વળી ક્યો પોલિસનો બાપ આવવાનો હતો?

પણ એને ખબર નહી હોય કે, બધાં પોલિસકર્મીઓ ખાઈને ફાંદ વધારનારા જ નથી હોતા, અમુક તેના જેવા ઘરખોદીયાંને પાતાળ ફોડીને પણ બહાર કાઢી શકવા સમર્થ હોય છે!

લોકેશન મળી અને આસિટન્ટ પોલિસ ઇન્સપેક્ટર (ASI) ચારુ મલિક પોતાના બે સાથીદારો સાથે કાશ્મીર જવાને રવાના થઈ ગઈ! કાશ્મીરમાં ખબર પડી કે, એ શખ્સ જે ગામમાં રહે છે એ બહુ સંવેદનશીલ ઇલાકો છે. સ્વાભાવિક રીતે પાકિસ્તાનની નજીક હોવાને લીધે એજન્ડાધારીઓની સક્રિયતાને લીધે જ આવું હોવાનું. આથી લોકલ પોલિસ તરફથી તો કોઈ મદદ ના મળી.

આખરે ઝડપી લીધો 

ચારુ મલિકે સીનિયર ઓફિસરોની મદદ લઈ એક પ્લાન તૈયાર કર્યો. પાકે પાયે ઇન્વેસ્ટીગેશન શરૂ કરવામાં આવ્યું. માહિતી આવવા માંડી. ખબર પડી કે, એ શખ્સનું નામ મોહમ્મદ રાશિદ ખાન છે. એ કોઈ માથું નહોતું, ટેમ્પો ચલાવતો હતો! પણ આજકાલ બાયડી-છોકરાંને પુરાં પહેરણ ના આપી શકતા હોય એવા લોકો પણ ફેસબુક-વોટ્સએપ પર પાર્લામેન્ટરી બોર્ડના સેક્રેટરી હોવાના ફાંકાં મારતા હોય છે, એમાંનો જ આ એક ‘ડિંગાઠોક’ હતો.

ગામમાં જઈને તો એને પકડી શકાય એમ હતો નહી. ઇલાકો સંવેદનશીલ હતો અને નાહકનો હોબાળો મચે તો પરિસ્થિતી કાબૂ બહાર જાય તેમ હતું. પોલિસે બીજી તરકીબ અપનાવી. જેવી ખબર પડી કે, એ બહારગામ ગયો છે ને કાલે સવારમાં પાછો આવવાનો છે એટલે પોલિસે એના પાછા ફરવાના રસ્તામાં જ એને આંતરી લેવાનો મનસૂબો ઘડ્યો. એ જેવો નીકળ્યો, એવો ઝડપી લીધો! પકડીને સ્થાનિક થાણામાં લાવવામાં આવ્યો. એના ઘરનાં આવ્યાં અને ‘વોય મા – વોય બાપા’ કરવા લાગ્યાં. પણ ચારુ મલિકે ચતુરાઈથી એને સીધો હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડી દીધો. ત્યાં જ્યાં એને વીડિઓ મોકલવાની પુરી કિંમત ચૂકવવાની હતી!

આર્ટીકલ પસંદ પડ્યો હોય તો આપના મિત્રોને પણ શેર કરજો. આવી વાતો તો વધારે ફેલાય ને વધુ લોકો વાંચે એ જ ફાયદામાં છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top