પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પર શનિવારના રોજ ઉજ્જૈનની એક હોટલમાં એક વ્યક્તિએ સ્યાહી ફેંકી હતી. હાર્દિક અહિંયા એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટે રોકાયો હતો. મિલિંદ ગુર્જર નામના વ્યક્તિએ શ્યાહી ફેંક્યા બાદ હાર્દિકના સમર્થકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. નાનખેડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઓ.પી.આહિરે જણાવ્યું હતું કે, આરોપી સાથે પૂછપરછ ચાલી રહી છે. તેનું કહેવું છે કે, હાર્દિકે પોતાના અંગત સ્વાર્થ માટે ગુર્જર અને પાટીદાર સમાજને મૂર્ખ બનાવ્યો છે
પરંતુ આ ઘટના બાદ પર હાર્દિકે પોતાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને શિવરાજ સરકારને ખેડૂત વિરોધી જણાવતા તેમના પર કેટલાય શાબ્દિક હુમલા કર્યા હતા.
હાર્દિક પટેલ પર શ્યાહી ફેકવાનુ ષડયંત્ર પૂર્વ આયોજીત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. હાર્દિક પર શ્યાહી ફેકનાર મિલન ગુર્જર એક સમયે હાર્દિક સાથે મંચ પર દેખાયેલ છે, અર્થાત પહેલા મિલનને હાર્દિકનો કોઈ વિરોધ ન હતો ત્યારે આ વખતે હાર્દિકની મધ્યપ્રદેશની સભાઓ જોઈ ભાજપ સરકાર હચમચી ગઈ હોઈ તેના દ્રારા પરોક્ષ રીતે શ્યાહી ફેકવાનુ ષડયંત્ર ઘડાયાનો ખુદ હાર્દિકે આક્ષેપ કર્યો છે.
શ્યાહી ફેકનાર મિલન ગુર્જર હિન્દુ ગુર્જર રાષ્ટીય મહાસભાનો મહાસચિવ છે.આ મિલન અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મળેલ છે અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની પણ એને મુલાકાત કરેલ હોવાની તસ્વીરો એના ફેસબુક અકાઉન્ટ પર અપલોડ થયેલ છે.
આમ આ મિલન ગુર્જર અગાઉથી ભાજપના દિગજ્જ નેતાઓના સંપર્ક માં હોવાનુ ચર્ચાય છે.હાર્દિકે શ્યાહી ફેકવાના કૃત્ય માટે બીજેપીને જવાબદાર ગણાવી છે ત્યારે મિલન ગુર્જરના ભાજપના નેતાઓ સાથેના ફોટો જોતા હાર્દિકની આશંકામાં સત્ય હોવાના અનુમાન ને નકારી શકાય નહિ.
NDA પાટીદાર સમાજને અનામત આપે તો આજીવન ભાજપનો પ્રચાર કરૂ: લલીત વસોયા