T-20માં 800 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો આ ખેલાડી

નવી દિલ્હીઃ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ક્રિસ ગેલ ટી20માં 800 છગ્ગા લગાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. વેસ્ટઇન્ડીઝના ડાબોડી બેટ્સમેને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ઢાકામાં રમવામાં આવેલ મેચ રંગપુર રાઈડર્સ તરફથી અણનમ 126 રનની ઇનિંગ રમી હતી. આ જ ઇનિંગમાં તેણે આ ઉપલબ્ધી મેળવી હતી. તેણે પોતાની ઇનિંગમાં 51 બોલમાં 14 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

ગેઇલના નામે હવે 318 ટી20 મેચમાં 801 છગ્ગા નોંધાયા છે. જેમાંથી 103 છગ્ગા તેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જડ્યાં છે. ટી20માં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનના લિસ્ટમાં ગેઇલ પછી વેસ્ટઇન્ડિઝના કેરોન પોલાર્ડ (506), ન્યૂઝિલેન્ડના બ્રેન્ડન મેકુલમ (408), વેસ્ટ ઇન્ડિઝનો ડ્વેન સ્મિથ (351) અને ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્ન (314)નો નંબર આવે છે.

ગેઇલે ટી20માં પોતાની 19મી સદી પણ પૂરી કરી હતી. તેની આ ઇનિંગ્સથી એલિમિનેટર મેચમાં ટાઇટન્સને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સિક્સર કિંગથી ફેમસ યુવરાજ સિંહના નામે ટી20માં 244 છગ્ગા છે. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 74 સિક્સ લગાવ્યાં છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top