ન ગોલી ન તલવાર સે, બંદા ડરતા હૈ સીર્ફ બાપૂ કી માર સે… જુઓ નવ વર્ષના બાળકની પ્રતિભાનો વીડિયો

નવ વર્ષના બાળકના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વાયરલ વીડિયોમાં બાળક મુક્તપણે પોતાનો પરિચય આપી રહ્યો છે. તિરંગા ફિલ્મમાં એક્ટર રાજકુમારનો ફેમસ ડાયલોગ પણ પોતાની સ્ટાઈલમાં બોલતો જોવા મળે છે. ખરેખરમાં જે બાળકનો વીડિયો વાયરલ થયો છે તે યુપીના બાંદા જિલ્લાનો રહેવાસી છે.

તેનું નામ વિવેક કુમાર છે અને તે બાંદાની એક શાળામાં ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે. વાયરલ વીડિયોમાં નવ વર્ષનો વિવેક કહેતો જોવા મળી રહ્યો છે કે જો કોઈ વ્યક્તિ ન ગોલી ન તલવાર સે, બંદા ડરતા હૈ સીર્ફ બાપૂ કી માર સે… . આ સિવાય વિવેક અંગ્રેજીમાં પોતાનો પરિચય આપતા જોવા મળે છે. બાળકના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જો કે વાયરલ વિડીયો ઘણા દિવસો જૂનો હોવાનું કહેવાય છે.

બાળકની બોલવાની શૈલી હૃદય સ્પર્શી છે. વીડિયો જોઈને લોકો બાળકના વખાણ કરતા થાકતા નથી. નવ વર્ષના બાળકની પ્રતિભા એવી છે કે તેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. વાતચીત દરમિયાન બાળકે પણ પોતાના મનની વાત કહી. તેણે એ પણ વિગતવાર સમજાવ્યું કે તે મોટો થઈને શું બનવા માંગે છે. આ બાળક જ્યાં અભ્યાસ કરે છે તે શાળાના શિક્ષકોને જ્યારે આ બાળક વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે બાળક ખૂબ જ હોશિયાર છે. અભ્યાસથી લઈને રમતગમતમાં પણ તે ખૂબ જ સ્માર્ટ છે.

Scroll to Top