અત્યાર ના આધુનિક યુગ માં લોકો ની લાઈફ ફાસ્ટ બની ગઈ છે. આવી ફાસ્ટ લાઈફ માં લોકો રૂપિયા કમાવવા માટે પોતાના શરીર પ્રત્યે સમય ફાળવી શકતા નથી. અત્યારે લોકો બહાર નું ખાવાનું પસન્દ વધારે કરે છે ફાસ્ટ ફૂડ ખાવા ને લીધે શરીર નું સંતુલન ખોરવાઈ જાય છે અનેક જાત ની બીમારીઓ શરીર માં ઘર કરી જાય છે. આજે તમને એક ફળ વિશે જણાવીશુ તેના ફાયદા એટલા બધા છે કે તમે એનું સેવન કરશો તો તમને આ રોગો માંથી મુક્તિ મળશે અને આરોગ્ય સારું રહેશે.
કયું છે આ ફળ?
ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા (Opuntia ficus-indica) છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવાહોય ત્યાં જોવા મળે છે. આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી છે.
આ ફળ શા માટે સ્વાસ્થ્ય માટે ફાયદારુપ છે?
ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમા રહેલું લો કોલેસ્ટ્રોલ અનેસેટ્ચ્યુરેટેડફેટવધુવજનવાળા,
હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે. આવો જાણીએ ફિંડલાના અનેક ફાયદા.
ફટાફટ ઉતરશે વજન.
વધારે પડતા ફાસ્ટ ફૂડ ખાવાથી વજન વધે છે મેસ્વીતા ના લીધે આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખ ના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખનેઓછી કરશે.અને વજન ઉતારવા માં મદદ કરશે.
આ ફળ કેન્સર સેલ્સ સામે લડશે.
આ ફળ કેન્સર ના સેલ્સ સામે લડે છે શરીર ના અંદર કેન્સર સેલ્સ સામે પૂરું પ્રોટેકશન આપે છે ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. ઉંદર પર કરાયેલા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે. આ સિવાય શરીરમાં રહેલા રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.
પેટના ચાંદા દૂર કરે છે.
ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદારુપ સાબિત થાય છે
ડાયાબિટિસ માં પણ છે ફાયદારુપ.
લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે, છતાં આ અંગે વધુ રિસર્ચ અને સંશોધનો કરવામાં આવી રહ્યા છે. લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરુ થઈ જાય છે ત્યારે ફિંડલા ફળમાં રહેલા તત્વો ટાઈપ-II ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
લિવરની કરે છે સુરક્ષા.
ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ, જામ કે જેલીખાવાથીપિત્તાસયનીતકલીફો દૂર રહે છે.
ચયાપચનની પ્રક્રિયામાં સુધારો.
ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે.આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત એટલે કે પિત્તાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બનશે અને તમે સ્વસ્થ રહેશો. પેલી કહેવાત છે ને.. જેનું પેટ સાફ તો સાફ તેને રોગો કરે માફ.
દાંત, હાડકા થશે મતબૂત.
આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરુરી કેલ્સિયમનો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. આ કેલ્સિયમ તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
ફિંડલા શરીરને રાખે છે સ્વસ્થ.
કેક્ટરનું ફિંડલા નામનું ફળ શરીરને હૃષ્ટપૃષ્ટ રાખે છે, અને તમે જાણ્યું તે પ્રમાણે કેટલાક જરુરી તત્વો પણ પૂરા પાડે છે. ફિંડલાનો ઉપયોગ કરતા પહેલા તે તમારા શરીર માટે કઈ રીતે વધારે ફાયદારુપ બની શકે છે તે માટે આયુર્વેદના જાણકાર વ્યક્તિ પાસે
માહિતી લેવાથી તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે.
આ ફળ ઘરે ઉગાવી શકાય?
જો અનુકૂળ આબોહવા અને જગ્યા હોય તો આ કેક્ટસને ઘરે પણ ઉગાવી શકાય છે, બસ તમારે આ કેક્ટસનો છોડ કે તેનો અમૂક ભાગ મળી જાય તો તેને ઉગાડી શકાય છે. આ છોડ ઉગાવવા માટે મૂળિયાવાળા છોડની જરુર નથી હોતી માટે તેનો એ નાનો ટૂકડો મળી જાય તો તેને સૂકી જમીનમાં ઉગાડી શકાય. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં કે નર્સરીમાં તપાસ કરવાથી આ છોડ મેળવી શકાય છે.મોટે ભાગે નર્સરી માં આ નો છોડ મડી જાય છે. અને તેની યોગ્ય માવજત ની ટ્રીક પણ તેવો કહે છે. મોટે ભાગે ડૉક્ટર પણ આ ફળ ખાવાની સલાહ આપે છે.