Life Style

ગોવા ભૂલાવે તેવો છે ગુજરાતનો આ દરિયા કિનારો જરૂર મુલાકાત લો આ બેસ્ટ પ્લેસ ની.

બ્લુ પારદર્શી પાણી અને ગોલ્ડન બ્રાઉન રેતાળ કીનારો લિલી છમ હરિયાળી અને બેફાટ દરિયા કિનારો જોવાનો જે આનંદ અહીં આવે છે તેની મજા કઈ અલગ જ છે અહીં દૂર દૂર થી લોકો આવે છે અમુક તો સ્પેશિયલ ફોટોગ્રાફી માટે પણ અહીં આવે છે.હા તમને એક વાત તો જણાવી દવ અહીં જો એક વાર જીવન માં મુલાકાત લેશો તો ફરી 100% આવવાનું મન થશે. એનો અનુભવ એટલો આહલાદક હોય છે કે દરેક પ્રવાસી ઓ નું મન મોહી લે છે.

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળ ના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથીટોચના ક્રમે આવે છે. પરંતુઆપનેજણાવી દઇએ કેગુજરાતનીપાસેપણસૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે.

ગોવાને ભૂલી જશો આ દરિયા કિનારો જોઈને.

ભવ્ય લીલીછમ ચાદર ઓઢી હોય તેમ વૃક્ષો અને દરિયા કિનારો પ્રવાસીઓને આકર્ષવા માટે પરફેક્ટ બીચ એટલે સમુદ્ર કિનારે સુંદર રેતી, શાંત ચોખ્ખો અને ખડક દરિયો પછીબીજુશુંજોઈએ. કોઈ આવું કહે એટલે તમને તરત થશે કે આ તો વિદેશ અથવા ગોવામાં જ શક્ય છે. પરંતુ જરા થોભો, આપણા ગુજરાતમાં પણ આવો જ દરિયા કિનારો છે. કેમ, ચોંકી ગયા? હા સાચે જ કોઈ વિદેશી બીચ જેટલો જ સુંદર અને મજાનો દરિયા કિનારો આવ્યા છે ગુજરાતના બે જાણિતા શહેરો સોમનાથ અને પોરબંદરની વચ્ચે માધવપુર પાસે.

દરિયે નહાવાની મજા તો અહીં આવશે…

માધવપુરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. દર વર્ષે ચૈત્રી નવરાત રામનવમીથીઅહીંમાધવરાયજીના લગ્નનો ઉત્સવ ઉજવાયછે.હજારો લાખોની સંખ્યામાં લોકો અહીંઆ દિવ્ય લગ્નોત્સવમાં સહભાગી થવા ઉમટી પડે છે. પરંતુ આ બધાથી અલગ માધવપુરનો દરિયા કિનારાને પણ પોતાનું આગવું આકર્ષણ છે. અહીંનો દરિયા શાંત અને પાણી ભૂરાશ પડતા રંગનું છે. તેમજ પાણી છીછરુંહોવાનાકારણેઅહીદરિયામાં નહાવાની પણ જબરજસ્ત મજા આવ છે. આ કારણે જ હવે અહીં ધીમે ધીમે બીચ પ્રવાસન ઉદ્યોગ વધી રહ્યો છે.

અફાટ દરિયો અને અમાપ લીલોતરી.

સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયા કાંઠ લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે. જો તમે સોમનાથ દ્વારકાકે પોરબંદર તરફ પ્રવાસે ગયા હોય તો ચોક્કસ

માધવપુર સ્ટોપ કરીને અહીંના દરિયા કિનારાનેનિહાળવોજોઈએ બીજીવર ગોવાનો પ્લાન કરતા પહેલા તમે માધવપુર વિશેવિચારી લેશો. આજે હવે આ રમણીય બીચ તેની સુંદરતાના કારણે ગુજરાતી અને હિંદી પિક્ચ સિરિયલ, જાહેરાત અને ફીલ્મોનું પણ શૂટિંગ માટે પણ ધીમે ધીમે જાણિતો બની રહ્યો છે.

માધવપુરનું ઘેડનું ઐતિહાસિક મહત્વ છે.

માધવપુર ઘેડ મહત્વ નું દરિયા કાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે.આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે.તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે.સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે. જો આપ પણ પોરબંદર આવેલાહોવકેઅહીં આસપાસ વસતા હોવ તો આપે પણ એક વાર માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ…

સીઝનમાં અહીં તમને ડોલ્ફિન પણ જોવા મળશે.

અહીંયા અમુક સિઝન માં ડોલ્ફીન પણ જોવા મળે છે ઘણા સમૂહ માં ડોલ્ફીન ના ફોટોગ્રાફ્સ લઈ શકો છો. ડોલ્ફીન સમૂહ માં આવે છે મજા આવે છે હું એ ક્ષણ તો ક્યારેય નહીં ભૂલી શકું ફોટોગ્રાફી માટે બેસ્ટ પ્લેશ છે.

દરિયા ના પાણીમાં ભીંજાતા પક્ષી ઓ જોવાની અહીં તમને ખૂબ જ મજા આવશે અવનવા પક્ષી ઓ જોવા મળશે ખૂબ જ સુંદરતા અને ફેમિલી પિકનિક માટે અહીં લોકો અવશ્ય આવે છે તમને ગોવા નો બીચ પણ ભૂલી જશો અહીંયા ફોટોગ્રાફી કરવાનો પણ આનંદ અનેરોછે.

દરિયા કિનારે કિનારે આવેલો હાઈવે અહીંયા આહલાદક રાઈડ નો અનુભવ થશે દરિયા નો ઠંડો પવન અને આજુબાજુ નું અધભૂત વાતાવરણ તમારું મન મોહી લેશે.ખૂબ જ સુંદર અને રોચક એહસાસ આ રોડ પર તમને થશે તમે એક વાર મુલાકાત લેશો તો ક્યારેય નહીં ભૂલી શકો આ જગ્યા ને.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker