અમદાવાદ: કોંગ્રેસની જેમ ભાજપનો ઉપવાસ બન્યો ઉપહાસ, ધરણાં સ્થળ પર મળ્યા ફૂડ પેકેટ

લોકતંત્ર બચાવોના નારા સાથે આજે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાં અને ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી સહિત ભાજપના નેતાઓ ઉપવાસ પર બેઠા હતા. પરંતુ કોંગ્રેસનો ઉપવાસ જેમ ઉપહાસ બન્યો હતો, તેમ ભાજપનો ઉપવાસ  પણ ઉપહાસ બની ગયો છે.

અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાં ઉપવાસ પર બેઠા હતા તે સ્ટેજની પાછળ ફૂડ પેકેટ અને ઠંડાપીણાનો જથ્થો મળ્યો છે. સ્ટેજની પાછળ ફૂડ પેકેટ ઉપરાંત લીંબુ શરબત, ઠંડાપીણા અને ઠંડી પાણીની બોટલોનો જથ્થો મળી આવ્યો છે.

આ સ્ટેજની પાછળ અન્ય લોકોને જવા પર પ્રતિબંધ હતો પરંતુ માત્ર વીઆઈપી નેતાઓને જ પ્રવેશ કરવાની છૂટ હતી. ત્યારે આ ઉપવાસ દરમિયાન ઘણા નેતાઓ બેક સ્ટેજની પાછળની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે શું કોંગ્રેસની જેમ ભાજપના નેતાઓએ પણ માત્ર દેખાવ કરવા માટે ઉપવાસ કર્યો હતો.

આ પહેલા કોંગ્રેસના દલિતોની લાગણીને જીતવા માટે કરવામાં આવેલા પ્રતિક ઉપવાસ દરમિયાન સવારના આઠ વાગ્યે ભોજન લઈ રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની તસવીરો વાયરલ થઈ હતી.

જેના કારણે કોંગ્રેસ ભીંસમાં મુકાતા, સફાઈ આપવાનો વારો આવ્યો હતો.  ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા ઉપવાસમાં પણ ફુડ પેકેટનો જથ્થો અને ઠંડા પીણાની બોટલો પ્રાપ્ત થતા લોકોનો પણ હવે રાજનેતાઓ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. તો કોંગ્રેસના નેતાઓ ઉપવાસ દરમિયાન મિષ્ટાન્ન આરોગતા જોવાયા હતા તો તેવી જ રીતે ભાજપના નેતાઓ પણ ઉપવાસ દરમિયાન મિષ્ટાન્ન ઝાપટતા ઝડપાઈ ગયા હતા.

ભાજપના નેતાઓ દરેકને સૂચના આપી હતી કે જાહેર સ્થળોએ આવી રીતે ખાવાથી દુર રહેવું. પરંતુ કેટલાક નેતાઓ સુધી ધરણા અને ઉપવાસ કાર્યક્રમ દરમિયાન ખાવાથી દુર રહેવાની સૂચના પહોંચી ન હોય એવું બની શકે છે. પૂણે ભાજપનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.

ભાજપના ઉપવાસ પર હાર્દિક પટેલે ઉઠાવ્યા આ સવાલો..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top