IndiaNewsPolitics

ભાજપના ઉપવાસ પર હાર્દિક પટેલે ઉઠાવ્યા આ સવાલો

અત્યાર સુધી સત્તાનો વિરોધ કરવા લોકોનું મુખ્ય હથિયાર ઉપવાસ બનતુ હતું, પણ આજે સરકાર જ ઉપવાસ પર છે. સંસદનું બજેટ સત્રમાં ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષથી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમાન મંત્રી અને સાંસદ દેશના અલગ અલગ શહેરોમાં ઉપવાસ પર બેસશે ત્યારે ઉપવાસને લઈને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ એ મોદી સરકાર પણ કટાક્ષ કર્યો છે.

હાર્દિક પટેલે જણાવ્યું છે કે ચાર વર્ષ સુધી વિકાસ ના કરી શકયા અને જનતાના વિશ્વાસ પર ખરા ના ઉતર્યા એટલે હવે વિકાસ નથી કરવા દેતા એવા વાહિયાત શબ્દના નામ સાથે ઉપવાસ પર બેઠા છે. તમારા સાંસદે તમારા ક્ષેત્રમાં કેટલો વિકાસ કર્યો એ જાણવું પણ જરૂરી છે.

PM મોદી આજે લોકશાહી બચાવાના હેતુસર ઉપવાસ કર્યો છે. ત્યારે ભાજપે પણ સમગ્ર દેશમાં આ ઉપવાસ આંદોલનને વેગ આપ્યો છે. આ ઉપવાસને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે અને ઉપવાસને નાટક પણ ગણાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ઓડિયા કૉન્ફરન્સિંગના માધ્યમથી ભાજપના નેતાઓને સંબોધિત કરતા બુધવારે કહ્યું હતું કે, વિસ્તારની જે સમસ્યાઓ સંસદમાં ઉઠાવવાની હતી, તેને હવે જનતામાં ઉઠાવે. વડાપ્રધાન પોતાના અધિકારીક કાર્યોને કરતાં કરતાંજ ઉપવાસ રાખશે. વળી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી રાજ્ય કાર્ણાટકના હુબલીમાં ઉપવાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના આ ઉપવાસને કોંગ્રેસે પણ સ્વાંગ ગણાવ્યું છે.કોંગ્રેસે જનતાના ગુસ્સાથી ભયભીત ભાજપ પીએમ મોદીના નેતુત્વમાં ઉપવાસનો સ્વાંગ કરી રહ્યા હોવાનું જણાવી રહી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ભાજપે ઉપવાસ કરવાના બદલે સીબીએસસી પેપર લીક મામલે વિધાર્થીઓની માફી માંગવી જોઈએ. ભાજપે નિર્દોષ દલિતોની માફી માંગવી જોઈએ જેમને ભારત બંધ દરમ્યાન હિંસાના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

તેમજ ભાજપ પોતે જ સંસદ ચાલવા દેતી નથી અને લોકો પર આક્ષેપ મુકે છે. આને કહેવાય છે બિલાડી ૧૦૦ ઉંદર ખાઈને હજ પર જઈ રહી છે. પરંતુ જનતા તમામ વસ્તુ નિહાળી રહી છે. આ ઉપરાંત જયારે સરકાર ખુદ જ ઉપવાસ કરશે તો જનતાના વિશ્વાસનું શું થશે.

રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે જો વડાપ્રધાન મોદી એટલાં જ કમજોર અને બેબસ થયા હોય તો સત્તાનું સિંહાસન છોડીને સંન્યાસ પર જતા રહે.આ ઉપરાંત કાલે થનારી બગલા ભગત ભાજપના ડ્રામા પાછળ સંસદ નહીં ચાલવા દેવાનું બહાનું છે. તેવા સમયે લોકતંત્રના સૌથી મોટા મંદિર સંસદને ભાજપે ના તો વિપક્ષમાં હતા ત્યારે ચાલવા દીધું અને હવે ના તો સત્તામાં છે ત્યારે ચાલવા દે છે.

જો કે સંસદનું બજેટ સત્રનો બીજો તબક્કો હંગામાને ભેટ ચઢી ગયો હતો. જેની માટે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ મૂકી રહ્યા છે. જેના પગલે ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ એક દિવસના ઉપવાસ કરશે. જેમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ જોડાવવાના છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker