Kiran Patel News: મહાઠગ કિરણ પટેલ તો પકડાયો પણ CMOના પૂર્વ PRO હિતેશ પંડ્યાનો ફરજંદ ક્યાં?

ગાંધીનગર: મહાઠગ કિરણ પટેલની ધરપકડ થયા બાદ તેની સાથે કાશ્મીરમાં કિરણ જેવા જ ઠાઠ મેળવેલ CMOના પૂર્વ PRO હિતેશ પંડ્યાનો પુત્ર અમિત પંડયા ક્યાં છે તે અંગે લોકમુખે ચર્ચાએ જોર પકડયું છે. હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ગુજરાત સરકારના વિવિધ સ્થળોએ કેમેરા લગાવવાના કરોડોના કોન્ટ્રાક્ટ કરી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમિત પંડ્યા પાસે ત્રણથી ચાર રજિસ્ટર્ડ કંપનીઓ છે કે જે ગુજરાત ગવર્નમેન્ટના કેમેરા લગાવવાના કોન્ટ્રાક્ટ લેતો હતો અને અત્યારસુધી કરોડો રૂપિયાના કેમેરા લગાવી ચૂક્યો છે ત્યારે અહી સવાલ એવા પણ થઈ રહ્યા છે કે ગુજરાતમાં આટલા મોટા કોન્ટ્રાક્ટ એક જ વ્યક્તિને કેવી રીતે મળ્યા હોઈ શકે.

શું હિતેશ પંડ્યા પોતાના પદનો દુરુપયો કરી રહ્યા હતા કે કેમ ? મહાઠગ કિરણ પટેલ અને તેમના મિત્ર હિતેશ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યાએ પણ કાશ્મીરમાં મહાઠગ કિરણ પટેલ જેટલી જ સુવિધાઓનો લાભ લીધો હતો. કાશ્મીર પોલીસ દ્વારા અમિત પંડ્યા અને અન્ય બે લોકોની માત્ર પૂછપરછ કરી છોડી મૂક્યા હતા. હવે ગુજરાત પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે ત્યારે આ પૂર્વ PRO હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ક્યાં છે તે અંગે ગણગણાટ થઈ રહ્યો છ.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ GEMમાં થતાં કામોમાં પૂર્વ PRO હિતેશ પંડ્યાએ પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના અંગત માણસોને ફાયદો પહોંચડ્યો હોવાની ચર્ચા પણ સચિવાલયમાં થઈ રહી છે. આ બાબતે પણ જો ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણું બધુ ખૂલી શકે તેમ છે.

હવે આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે. હિતેશ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા પોતે ભાજપના નેતા પણ હતા, મહાઠગ કિરણ પટેલ સાથે નામ જોડાતા ભાજપે અમિતની હકાલપટ્ટી પણ કરી હતી. જોકે પાર્ટીએ અમિત વિષે કઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. હવે ગુજરાત પોલીસ અમિત પંડ્યાની પૂછપરછ કરશે કે કેમ તે આવનાર સમયમાં જોવું રહ્યું.

Scroll to Top