મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત છતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર

સાવલી: સાવલીથી સાંકરદાનો 23 કિલોમીટરનો 82 કરોડના ખર્ચે નવીન બની રહેલ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને પંથકવાસીઓએ ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. અકસ્માતમાં ડમ્પરની નંબર પ્લેટ પર કાળો કૂચો ફેરવી દેતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ કંઈક છુપાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

સાવલીથી સાંકરદા સુધીનો 23 કિલોમીટરનો રોડ રાજ્ય સરકાર દ્વારા ચાર માર્ગીય રોડનું નવીનિકરણનું કામગીરી ચાલુ છે. આ રોડની શરૂઆતથી જ ભારે વિવાદમાં રહ્યો છે. પંથકવાસીઓએ આ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર અને રોડની ગુણવત્તા બાબતે મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી છે. તેવામાં આજરોજ એક ડમ્પર ભાદરવા ગામ નજીક ડિવાઇડરમાં ઘૂસી ગયું હતું. સૌથી આશ્ચર્યની બાબત તો એ હતી કે, આ ડમ્પરને આગળના ભાગમાં નંબર ન હતો.

જ્યારે પાછળના ભાગે નંબર પ્લેટ હતી. તેને આ અકસ્માત બાદ આ નંબર પ્લેટ પર કાળો કલર મારી દેવાયો હતો. તેના પગલે આજુબાજુના રાહદારીઓ અને પંથકવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી. સાથે સાથે અકસ્માતના પગલે સંબંધિત ઇજારેદાર દ્વારા વિવિધ અવરોધ અને સાવધાની તેમજ સાવચેતીના બોર્ડ મારવાની શરૂઆત કરાઇ હતી. જે બાબત ભારે શંકા ઉપજાવે તેવી હતી. સાથે સાથે આ રોડ જે જે ગામ પાસેથી પસાર થાય છે. ત્યાં રોડને રાજકીય પ્રેશરના કારણે અને વગદાર લોકોની જમીન અને ખેતર બચાવવાના કારણે સાંકડો બનાવી દેવાના સ્થાનિકોએ આક્ષેપો લગાવ્યા છે.

વારંવાર અકસ્માતના બનાવો ડમ્પર ચાલક ડિવાઈડર સાથે અથડાતા ડીવાઈડર તૂટી પડતા રોડની ગુણવત્તા વિશે સવાલો ઉભા કર્યા હતા. છેલ્લા એક મહિનામાં પંદરથી વધુ અકસ્માતના બનાવો બનતા પંથકવાસીઓ ભારે ભયભીત થયા છે. આ નવીન બની રહેલ રોડ તાલુકાજનો માટે જીવલેણ અને યમદૂત સમાન ભાંસી રહ્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો
Back to top button