AhmedabadGujaratNewsPolitics

હાર્દિકે આમરણાંત ઉપવાસના 10મા દિવસે મેડિકલ ચેકઅપની ના પાડી, સોલા સિવિલની ટીમ પાછી ફરી

અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે 10મો દિવસ છે. હાર્દિકે આજે પણ મેડિકલ ચેકઅપની ના પાડી દીધી હતી. સોલા સિવિલની ટીમ મનીષા પંચાલની આગેવાનીમાં ગઈ હતી પરંતું તેણે કોઈ જાતના ટેસ્ટ કરવાની ના પડતા આખરે ટીમ સિવિલ પરત ફરી હતી.

આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ હાર્દિકના સમર્થનમાં ઉપવાસી છાવણી પહોંચશે. તો પ્રવીણ તોગડિયાના આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદનું ડેલિગેશન તેને સમર્થન આપવા માટે જશે. હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. ગઈકાલે હાર્દિક તેનું વસિયતનામું જાહેર કર્યું હતું અને માતાપિતાને વારસદાર જાહેર કર્યા હતા.

ગોહિલે મુલાકાત પહેલા બીજેપી પર સાધ્યું નિશાન

કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ આમરણાંત ઉપવાસ કરતાં હાર્દિક પટેલને મળવા આજે સોમવાર અને જન્માષ્ટમી પર સવારે 11.30 વાગ્યે મળવા જશે. હાર્દિકની સારી તબિયત માટે પ્રાર્થના કરતાં તેમણે આશા રાખી હતી કે બીજેપી અહંકાર છોડશે અને હાર્દિકની સાથે મંત્રણા કરશે. અંગ્રેજો પણ ઉપવાસી સાથે સંવાદ કરતા હતા તો લોકતંત્રમાં બીજેપી શા માટે સંવાદ ના કરે? તેવો સવાલ કર્યો હતો.

હાર્દિકના વસિયતનામામાં શું છે?

આમરણાંત ઉપવાસના 9મા દિવસે હાર્દિક પટેલનું તેજ ઓછું થઈ રહ્યું છે અને અશક્ત અને આંખો પણ અંદર ઘૂસી ગઈ છે તેવી સ્થિતિમાં તેણે પોતાનું વસિયતનામાં જાહેર કર્યું હતું. પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હાર્દિકે તેની ઈચ્છાથી વસિયતનામું કરેલું છે.

જેમાં તેની માતા અને પિતાને વારસદાર નીમ્યાં હતાં. એક્સિસ બેંકના 50નું બેલેન્સ, મેક્સ લાઈફ ઈન્સ્યુરન્સની રકમ, હુ ટુક માય જોબ નામની લખાઈ રહેલી બુકની રોયલ્ટી આવે તો તેમાંથી તેના માતા-પિતા, બહેન અને અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારને આપવી. બેંકમાં જમા રકમમાંથી 20 હજાર તેના માતાપિતા અને 30 હજાર તેના ગામ પાસે આવેલા વીરપુરની ગૌશાળામાં આપવા વસિયતનામામાં લખ્યું છે.

શરતી મંજૂરી આપીને નવમા દિવસે સમર્થકોને આપ્યો પ્રવેશ

હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને નવ દિવસથી આમરણાંત ઉપર છે. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા નિવાસ સ્થાન છત્રપતિ નિવાસે મળવા આવતા લોકોની લાઈન લાગી હતી. હાર્દિકને મળવા અને તેના સમર્થનમાં ઉમટી પડેલા પાટીદારોને પોલીસે આખરે અંદર જવા દેવાની શરતી છૂટ આપી છે અને આવનારના નામોની રજિસ્ટ્રરમાં એન્ટ્રી કરીને રિસોર્ટમાં પ્રવેશ કરવા દીધો હતો.

હાર્દિકને મળવા અને તેના સમર્થનમાં ઉમટી પડેલા પાટીદારોને પોલીસે આખરે અંદર જવા દેવાની શરતી છૂટ આપી

હાર્દિકે લાઠીચાર્જ પર સવાલ ઉઠાવ્યા

હાર્દિકે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે, જ્યાં સુધી પોલીસ દ્વારા ગ્રીનવુડ ગેટની બહાર લાઠીચાર્જ અને ગાડી ડિટેન કરવાનું બંધ નહી કરે ત્યાં સુધી તે મેડિકલ ટેસ્ટ નહીં કરાવે.

હાર્દિકને મળવા અને તેના સમર્થનમાં ઉમટી પડેલા પાટીદારોને પોલીસે આખરે અંદર જવા દેવાની શરતી છૂટ આપી

2 સપ્ટેમ્બરે પરેશ ધાનાણી સહિતના નેતા મળ્યા

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા એવા પરેશ ધાનાણી ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા. કોંગ્રસના પાટીદાર નેતા એન્ટ્રી કરાવ્યા વગર સીધા પહોંચ્યા હતા. હાર્દિકના ઉપવાસને સમર્થન આપીને ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મુલાકાત કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું કે અને જણાવ્યું હતું કે કોઈપણ સરકાર સામે યુવાનને અનસન કરવું પડે તે શરમજનક બાબત છે.

1 સપ્ટેમ્બરે પાટીદાર સંસ્થાનું પ્રતિનિધ મંડળ

બે દિવસના જળત્યાગ બાદ હાર્દિકે ગઈકાલે (1 સપ્ટેમ્બરે) એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. આજે સવારે જ હાર્દિક પટેલ જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાયા હતા.

1 સપ્ટેમ્બરે લાલજી પટેલ હાર્દિકને મળ્યા

એસપીજીના લાલજી પટેલે ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું. મુલાકાત બાદ લાલજી પટેલે સરકારને ચેતવણી આપી હતી કે, ઉપવાસ આંદોલન મજબૂત કરવા SPG, PAAS અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. હાર્દિકની તબિયત લથડતા આજે રાહ જોયા વગર મળવા પહોંચ્યો હતો. મારી કાર રોકી હાર્દિક પાસે જતા અટકાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. હું હાર્દિક ને કહી ચુક્યો છું કે એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે, સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જરૂરી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker