સામગ્રી:
ક્રશ કરેલું પનીર – 100 ગ્રામ
પાણી નીકાળેલું દહીં – 500 ગ્રામ
મેંદો – 2 ચમચી
શિમલા મરચું – 1/2 કપ
ગાજર – 1/2 કપ
કોથમીર – 2 ચમચી
બારીક સમારેલ લીલા મરચા – 2
બ્રેડની સ્લાઈસ – 3 થી 4
સંચળ – 1/4 ચમચી
મીઠું સ્વાદનુસાર
રીત:
દહીં બ્રેડ રોલ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ક્રશ કરેલું પનીર,દહીં, ગાજર, શિમલા મરચું, લીલા મરચા, કોથમીર અને મીઠું નાખી ખીરુ તૈયાર કરી લો. હવે બ્રેડની સ્લાઈસની કિનારી કાપી લો. બ્રેડની સ્લાઈસ કાપ્યા બાદ થોડા પાણીની મદદથી બ્રેડ વણી લો. હવે મેંદાની પાતળી સ્લરી તૈયાર કરી લો અને બ્રેડની જે પરત પર પાણી લગાવ્યું છે તેને બહારની તરફ કરી દો.
ઉપરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે બ્રેડની અંદર મિશ્રણ ભરીને તેનો રોલ બનાવી લો. આ રોલને મેંદાનું ખીરું લગાવી સરખી રીતે ચિપકાવી દો. હવે રોલના બન્ને ખૂણાને એક પોલીથીન શીટમાં રાખી સરખી રીતે દબાવી દો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા પછી રોલ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળી લો. તૈયાર છે દહીં બ્રેડ રોલ તેને ખાટ્ટી-મીઠી ચટણી સાથે સર્વ કરો.