અમદાવાદમાં લંડનની જેમ યેલો બોક્સનું માર્કિંગ શરૂ થશે, ટ્રાફિક નહીં રહે, જાણો નવો નિયમ…

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જોવા મળે છે. દેશના મેટ્રો શહેરોમાંથી એક અમદાવાદમાં આ સમસ્યાના સમાધાન માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બોક્સ જંકશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે આ વિદેશી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારણે ટ્રાફિકના નિયમોનું પાલન થશે અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થશે.

બોક્સ જંકશનમાં ચાર રસ્તા પર પીળા રંગની બોક્સ પેટર્ન બનાવવામાં આવી છે. તમે આ પીળી પેટર્નમાં ત્યારે ઉભા રહી શકો છો જ્યારે તમારે જમણી બાજુ તરફ જવાનું હોય અથવા કોઈ વાહન નજીક આવી રહ્યું હોય. જો આ નિયમનું પાલન કરવામાં આવશે નહી તો પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ દંડ ભરવો પડશે. આ સિવાય ગ્રીન સિગ્નલ હોય ત્યારે પણ બોક્સ જંકશન પર ઉભું રહી શકાશે નહિ ત્યાંથી પસાર થવું પડશે. જે વાહન ચાલક સ્ટોપ લાઈનનું પાલન કરી રહ્યા નહોતા તેમણે હવે સ્ટોપ લાઈનની અંદર રહેવું પડશે. જ્યારે પણ સિગ્નલ ચાલુ હોય અથવા તમારે કોઈ વ્હીક્લ ઉભું રાખવું હોય તો તમે આ નિશાનની અંદર ઉભા રહી શકશો નહિ. ટૂંકમાં કહીએ તો તમારા વ્હીક્લને આ પીળા નિશાનની અંદર પાર્ક કરવાની અનુમતિ નથી.

તાજેતરમાં વહીવટીતંત્ર દ્વારા  મળેલી માહિતી મુજબ, આરટીઓ સર્કલ, ઉસ્માનપુરા, નહેરુ નગર, પાલડી ચાર રસ્તા, ઘેવર સર્કલ, રક્ષા શક્તિ સર્કલ, નમસ્તે સર્કલ, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન કતાર, મેમ્કો, રામેશ્વર, શાહઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઈ ટાવર, એનએફડી, પ્રહલાદ નગર, મકરબા, મેરી ગોલ્ડ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ, ખોડિયાર મંદિર અને વિરાટનગર સર્કલની પસંદગી કરવામાં આવી છે.

Scroll to Top