સામગ્રી :
સાબુદાણા – ૧ કપ
બટાકા – ૨ બાફેલા
મગફળી – ૧/૨ કપ
લીલા મરચા – ૧ થી ૨ ઝીણા સમારેલા
કોથમીર – ૧ મોટી ચમચી
લાલ મરચું પાવડર – ૧/૨ ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
બનાવવાની રીત : સાબુદાણાના વડા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા સારી રીતે ધોઈ તેમાંથી પાણી નીકાળી ૨ કલાક સુધી ઢાંકીને રાખો. ત્યારબાદ બટાકાને બાફી તેની છાલ ઉતારી ઠંડા પડે એટલે છૂંદી નાખો. હવે સાબુદાણામાં બટાટા, અધકચરા વાટેલા સિંગદાણા, લીલાં મરચાં, કોથમીર, લીંબુનો રસ સરખી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને લીંબુના આકારના ગોળ લુઆ બનાવી હથેળીથી દબાવો અને ચપટો આકાર આપો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી વડા બ્રાઉન થાય ત્યાં સુધી તે તળો. તૈયાર છે ગરમાગરમ સાબુદાણાના વડા.