રોમાંચક મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 21 રનથી હરાવ્યું, ટીમનો હીરો આ સ્ટાર ખેલાડી રહ્યો…

Bangladesh beat Afghanistan by 21 runs in an exciting match, the hero of the team was this star player113

ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 હાલ રમાઈ રહ્યો છે. જ્યારે એશિયા કપની આજે 9 મી મેચ કોલંબોના પી સારા ઓવલ મેદાન ખાતે Afghanistan A અને Bangladesh A વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતીને બાંગ્લાદેશે ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને નેટ રનરેત સારી હોવાના લીધે બાંગ્લાદેશે અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશે 21 રનથી આ મેચમાં જીત મેળવી હતી.

Bangladesh એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા નિર્ણય બાંગ્લાદેશને ભારે પડ્યો હતો. કેમકે ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. મોહમ્મદ નઈમ 18 રન, તન્જીદ હસન 9 રન અને સૈફ હસન 4 રન બનાવી ઝડપથી આઉટ થઈ ગયા હતા અને ટીમનો સ્કોર 34/3 થઈ ગયો હતો. પરંતુ ચોથી વિકેટ માટે ઝાકિર હસન અને મહમુદુલ હસન વચ્ચે 117 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ઝાકિરે 62 રનની ઇનિંગ રમી જેમાં 6 ફોર અને 2 સિક્સરનો સમાવેશ થાય છે. ત્યાર બાદ મહેમુદુલે સૌમ્યા સરકારની સાથે 79 રનની ભાગીદારી કરી હતી. સરકારે 48 રન બનાવ્યા પરંતુ બીજા તરફથી મહમુદુલે પોતાની સદી પૂરી કરી હતી.

ત્યાર બાદ અંતમાં મહેદી હસને ઝડપી 36 રન બનાવ્યા તેના લીધે બાંગ્લાદેશે 308/7 નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આ મુશ્કેલ ટાર્ગેટના જવાબમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી. ટોપ 5 બેટ્સમેનોએ નાની ઈનિંગ્સ રમી હતી પરંતુ કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમવા નિષ્ફળ રહ્યા હતા. રિયાઝ હસને સૌથી વધુ 78 જ્યારે નૂર અલી જાદરાન અને શાહિદુલ્લાહ કમલે 44-44 રન બનાવ્યા હતા. આ સિવાય બાહિર શાહ 53 રન બનાવીને અણનમ રહ્યો હતો પરંતુ અન્ય કોઈ બેટ્સમેન તેને સાથ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. તેના લીધે અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 287 રન બનાવી શકી હતી અને ટાર્ગેટથી 21 રન દૂર રહી હતી.

આ જીત સાથે અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે બાંગ્લાદેશે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.

Scroll to Top