Rajkot Game Zone Fire: રાજકોટની આગ દુર્ઘટનાને 48 કલાક પૂરા થઈ ગયા છે. ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન અનેક અપડેટ આવી છે. આ મામલે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે. તો બીજી તરફ, કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નાંખવામાં આવી છે.
કયા કયા અધિકારીની બદલી?
રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર, રાજકોટ
આનંદ પટેલ, કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા
વિધિ ચૌધરી, ACP, રાજકોટ પોલીસ
મહેન્દ્ર બગરીયા, રાજકોટના નવા ACP
સુધીરકુમાર દેસાઈ, ડેપ્યૂટી કમિશનર, રાજકોટ પોલીસ
જગદીશ બંગરવા, ડેપ્યૂટી કમિશનર, રાજકોટ પોલીસ
આ ઉપરાંત વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાગીદાર રાહુલ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણેયના કોર્ટ 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોને કોને સસ્પેન્ડ કર્યા?
નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા
આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી
પારસ કોઠીયા, નાયબ કાર્યપાલક ઇજનેર
PI વીઆર પટેલ
PI એનઆઇ રાઠોડ
આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી
શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.