દુખદ સમાચાર: આર્થિક તંગીનો સામનો કર્યા બાદ ‘મહાભારત’ના ભીમનું નિધન

સ્વર કોકિલા લતા મંગેશકરના અવસાન બાદ બોલિવૂડથી વધુ એક દિગ્ગજ કલાકાતના અવસાનની ખબર સામે આવતા બોલિવૂડમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે. બી આર ચોપડાની સિરિયલ ‘મહાભારત’માં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કલાકારનું આજે અવશાન થયું છે. થોડા દિવસો પહેલ જ જે કલાકારની આર્થિક તંગીની ખબરો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ હતી તે પ્રવીણ કુમાર સોબતીનુ નિધન થયુ છે.

‘મહાભારત’ સિરીયલમાં ભીમની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રવીણકુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેઓ પોતાની વિશાળ કદકાઠી માટે પ્રસિદ્ધ હતા. પ્રવિણ કુમારે અનેક બોલીવુડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી.

પ્રવીણ કુમાર સોબતી એક સારા એક્ટર હોવાની સાથે સાથે એક સારા સ્પોર્ટ્સમેન પણ હતા. તેમણે હેમર અને ડિસ્કસ થ્રોમાં હાથ અજમાવ્યો હતો. તેઓ એશિયન ગેમ્સમાં ચાર મેડલ જીત્યા હતા. આ ઉપરાંત પ્રવિણ કુમાર સોબતી ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ માટે સરકાર દ્વારા પ્રવીણ કુમારને અર્જુન પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

Scroll to Top