અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં નિધન, સાંજ સુધીમાં મુંબઈ લવાશે પાર્થિવ દેહ

પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ પર રાજ કરનારી બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું અવસાન થયું છે. શ્રીદેવીનું દુબઇમાં અવસાન થયું છે. જેનાથી ચાહકો શોકાતુર છે. 55 વર્ષની શ્રીદેવીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. તેમના પતિ બોની કપૂરના નાના ભાઇ અને એક્ટર સંજય કપૂરે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ દુ:ખદ ઘટના રાતે 11-11.30 કલાકે બની હતી.

શ્રીદેવીનેે વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રીદેવીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ તેમના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે પરિવાર સહિત દુબઈ ગયા હતા. કહેવાય છે કે તેમનું પાર્થિવ શરીર સાંજ સુધીમાં મુંબઈ લાવવામાં આવી શકે છે.

શ્રીદેવીના દિયર સંજય કપૂરે મીડિયાને જણાવ્યું હતું કે તે પણ દુબઇમાં જ હતાં અને થોડા સમય પહેલા ભારત આવ્યાં જ હતાં કે તેમને આ દુખભર્યા સમાચાર મળ્યા હતાં. હવે તેઓ ફરીથી દુબઇ જઇ રહ્યાં છે. નોંધનીય છે કે શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી સાથે મોહિત મારવાહના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દુબઇ પહોંચ્યા હતાં.

એક તરફ શ્રીદેવીના નિધનથી બોલિવૂડની હસ્તીઓ દુઃખ વ્યક્ત કરી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું, “સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક નિધનથી દુઃખી છું. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મોટા કલાકાર હતા, જેમના લાંબા કરિયરમાં વિવિધ અને યાદગાર ભૂમિકાઓ શામેલ છે. દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે.”


54 વર્ષીય શ્રીદેવી પોતાની પાછળ પતિ બોની કપૂર, બે દીકરીઓ જ્હાનવી અને ખુશીને વિલાપ કરતાં મૂકી ગયાં છે. બોલિવુડના એક્ટર અર્જુન કપૂરના પણ તેઓ સાવકા માતા હતાં. શ્રીદેવીના અવસાનના સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપતા મેસેજ શરુ થઈ ગયા છે. બોલિવુડ સ્ટાર્સ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણાએ તેમના આકસ્મિત મોત પર હેરાની પણ વ્યક્ત કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top