AhmedabadCentral GujaratGujaratNewsPolitics
અમદાવાદ: વિરોધ કરનાર જીગ્નેશ મેવાણી સહિત દલિત કાર્યકરોની અટકાયત

પાટણ પ્રકરણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરના મૃત્યુ બાદ શનિવારે દિવસભર સ્થિતિ તંગ રહી હતી, જે બાદ રવિવારે દલિત સંગઠનો દ્વારા શહેર બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દલિત યુવાનો સારંગપુર ખાતે એકઠા થઇ બંધ કરાવવા એકઠા થયા હતા. આ સમયે પોલીસે દલિત યુવાનો અને સરસપુરથી સારંગપુર આવી રહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરી હતી. આ તમામ લોકો મંત્રી કૌશિક પટેલના કાર્યાલયે વિરોધ કરવા જવાના હતા.