મેવાણીની યુવાનોને સલાહ: મોદીના કાર્યક્રમમાં ઘૂસીને ખુરશીઓ ઉછાળો

દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એક વાર પીએમ મોદી સામે આકરા શબ્દો ઉચ્ચાર્યા છે. કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે અહીં આવેલા જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કર્ણાટકના યુવકોએ મોદીના કાર્યક્રમમાં ઘૂસીને ખુરશીઓ ઉછાળે, અને તેમને સવાલ પૂછે કે બે કરોડ નોકરીઓનું શું થયું?

મેવાણીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં યુવાનો એ જ રોલ હોઈ શકે કે, 15 તારીખે પીએમ મોદી પ્રચાર કરવા બેંગલોર આવી રહ્યા છે, ત્યારે તેમની સભામાં યુવકો ઘૂસી જાય, અને ખુરશીઓ હવામાં ઉછાળી તેમના કાર્યક્રમમાં વિક્ષેપ ઉભો કરે. યુવાનો પીએમને સવાલ પૂછે કે, બે કરોડ લોકોને રોજગાર આપવાની વાતનું શું થયું?

મેવાણીએ એમ પણ કહ્યું હતું કે, જો પીએમ મોદી યુવાનોના આ સવાલનો જવાબ ન આપી શકે તો યુવાનોએ તેમને કહી દેવું જોઈએ કે, હિમાલય જઈને સૂઈ જાઓ, અને ત્યાં રામજીનું મંદિર પકડી ઘંટ વગાડો. મેવાણીએ એમ પણ કહ્યું હતું કે, તે કર્ણાટકમાં કોઈ રાજકીય પક્ષને સપોર્ટ કરવા નથી આવ્યા, પરંતુ લોકોને ફાસીવાદ સામે જાગૃત કરવા, અને ભાજપ દક્ષિણ ભારતમાં સત્તામાં ન આવે તે સુનિશ્ચિત કરવા આવ્યા છે.

આ પહેલી વાર નથી જ્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદી સામે આકરા શબ્દો ઉચ્ચાર્યા હોય. અગાઉ પણ મેવાણી પીએમ મોદીએ હિમાલય જતા રહેવું જોઈએ તેવું ઘણી વાર કહી ચૂક્યા છે.

ચૂંટણી જીત્યાના બે દિવસ બાદ જ મેવાણીએ કહ્યું હતું કે, ભાજપ 150 બેઠકો જીતવાનો દાવો કરતો હતો, પરંતુ તેનું ઘમંડ કચડાઈ ચૂક્યું છે, અને 2019માં પણ આવું જ થવાનું છે.

જો આ બ્રાન્ડનો પાનમસાલો ખાતા હશો તો લાગશે ચોક્કસ આંચકો, કારણ કે કોર્ટે ગણાવ્યો જોખમી…વધુ વાંચો 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top