રક્ષા મંત્રાલયની વેબસાઈટ હેક, હોમ પેજ પર જોવા મળ્યા ચીની અક્ષરો

ડિજિટલ ઈન્ડિયાનો દાવો કરતી મોદી સરકારને આજે મોટો જાટકો લાગ્યો છે. રક્ષા મંત્રાલયની વેબસાઈટ હેક કરવામાં આવી છે અને તેના પર ચીની ભાષામાં એક અક્ષર જોવા મળી રહ્યો છે. વેબસાઈટ હેક થયા બાદ સરકાર હરકતમાં આવી છે અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને એક્ટિવ કરવામાં આવી છે.

આ સાથે જ અન્ય કેટલીક સુરક્ષા એજન્સીઓને પણ તપાસ કરી રહી છે.

રક્ષા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું રક્ષા મંત્રાલયની વેબસાઈટ હેક થતાં જ તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે. વેબસાઈટ જલ્દીથી શરૂ થશે. ભવિષ્યમાં આ પ્રકારની સંભાવનાઓને રોકવા માટે તમામ પ્રકારની પ્રયત્નો કરવામાં આવશે. રક્ષા મંત્રાલયના એક અધિકારીના મુજબ હેક થયા બાદ વેબસાઈટ પર ચીની ભાષાના અક્ષરો જોવા મળી રહ્યા છે. જેનાથી સંકેત મળે છે કે ચીની હેકર આ વેબસાઈટને બગાડવામાં સામેલ હોઈ શકે છે.

મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું આ મામલે અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ, રાષ્ટ્રીય સુચના કેંદ્ર તેને ફરીથી કાર્યરત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

દિલ્હી-NCR માં નીરવ મોદીને પણ ટક્કર મારે એટલું મોટું કૌભાંડ સામે આવ્યું…જાણો વિગત 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here