Indian Consulates માં ઘુસ્યા તાલિબાની આતંકીઓઃ ઉઠાવી ગયા મોટાભાગની બુલેટપ્રૂફ ગાડીઓ

અફઘાનિસ્તાન પર કબ્જો કરી ચૂકેલા તાલીબાની આતંકીઓ ધીમે-ધીમે રંગમાં આવી રહ્યા છે. તેના આતંકીઓ હવે સામાન્ય લોકો પર અત્યાચાર કરવાની સાથે જ વિદેશી રાજનયિક મિશનોને પણ નુકસાન પહોંચાડવાના કામમાં લાગી ગયા છે.

તાલિબાનના આતંકીઓ કંધાર અને હેરાત પ્રાંતમાં ખાલી કરવામાં આવી ચૂકેલા ઈન્ડડિયન કોન્સ્યુલેટમાં ઘૂસ્યા હતા. તેમણે ત્યાં સરકારી કાગળો અને કમ્પ્યુટરોની શોધ કરી. બાદમાં તેઓ કોન્સ્યુલેટમાં ઉભેલી ભારતીય ગાડીઓને પોતાની સાથે લઈ ગયા હતા. આ ગાડીઓને તેઓ પોતાની સાથે લઈ ગયા તેનું મુખ્ય કારણ એ હતું કે, તેમાંથી મોટાભાગની ગાડીઓ બુલેટપ્રૂફ હતી.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, તાલીબાને આ કાર્યવાહી પાકિસ્તાનની ISI ના નિર્દેશ પર કરી. ISI તાલીબાનને પોતાના મોહરાના રૂપમાં ઉપયોગ કરીને ભારતીય હિતોને નુકસાન પહોંચાડવા માંગે છે. ઈન્ડિયન કોન્સ્યુલેટમાં ઘુસવાની સાથે જ તાલીબાની આતંકીઓએ આસપાસના ઘરોમાં છાપેમારી પણ કરી અને અફઘાની જવાનો વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો.

આપને જણાવી દઈએ કે તાલિબાની આતંકી ગત રવિવારના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત તેના મોટાભાગના હિસ્સાઓ પર કબ્જો કરી ચૂક્યા છે. કાબુલ પર તાલિબાનના હુમલા સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની સહિત મોટાભાગના નેતા, ઓફિસર અને સૈનિક કમાંડર દેશ છોડીને જઈ ચૂક્યા છે. ત્યારબાદથી જ તાલીબાની આતંકી ત્યાં પોતાના નિયમ કાયદા લાદવાના પ્રયત્નો કરી રહ્યા છે.

Scroll to Top