ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ બાદ રાજ્યની ૬૨ જેટલી પાલિકાઓમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં આવેલી વિજલપોર પાલિકાની ૫વર્ષની ટર્મ પૂરી થતા ચૂંટણીનો રંગ ફરી ખીલી રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપએ ચૂંટણીમાં મેદાને ઉતારવા માટે ઉમેદવારોની શોધખોળ આદરી છે.
વિજલપોર ચૂંટણીને ધ્યાને લઈને પ્રદેશ ભાજપાએ નિરીક્ષકોની ટીમ નવસારીમાં ઉતારી છે. પાલિકાના કુલ ૯ વોર્ડમાં ૩૬ ઉમેદવારોની પસંદગી માટે ૯૫થી વધુ ઉમેદવારનો દાવેદારી નોધાવી છે. જેથી મુખ્ય નિરીક્ષકે ટિકિટ વાંછુકોને સાંભળ્યા હતા.